Gondal Controversy : અલ્પેશ કથીરિયા-જિગીષા પટેલની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
- ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણની સ્થિતિ (Gondal Controversy)
- અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલે કરી Gujarat First News સાથે ખાસ વાતચીત
- હુમલો થયો તેનાથી સાબિત થાય છે કે ગોંડલ 'મિર્ઝાપુર' છે : અલ્પેશ કથીરિયા
- અમે ગોંડલને ભયમુક્ત બનાવીશું: જિગીષા પટેલે
Gondal Controversy : ગોંડલમાં રાજકીય અને સમાજિક ઘમાસાણની સ્થિતિ વચ્ચે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને જિગીષા પટેલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, હુમલો થયો તેનાથી સાબિત થાય છે કે, ગોંડલ મિર્ઝાપુર છે. જ્યારે જિગીષા પટેલે (Jigisha Patel) પડકાર ફેંકતા કહ્યું કે, અમે અવારનવાર ગોંડલ આવીશું, અમે ગોંડલને ભયમુક્ત બનાવીશું.
આ પણ વાંચો - Ahmedabad: ગેરકાયદ રહેતા લોકો સામે કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીની અટકાયત કરી
અલ્પેશ કથીરિયા અને સમર્થકોની ગાડીઓમાં તોડફોડ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં આજે રાજકીય માહોલ ગરમાયો છે. ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) દ્વારા થોડા દિવસ પહેલા સુલતાનપુરની જનાક્રોશ સભામાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જિગીષા પટેલ (Jigisha Patel) અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા વિવિધ બનેરો અને કાળી પટ્ટી સાથે તેમનો ઉગ્ર વિરોધ (Gondal Controversy) કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન, માહોલ વધુ ઉગ્ર બનતા ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયા અને તેમની સાથે આવેલા સમર્થકોની ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે.
આ પણ વાંચો - Gondal Controversy : ગણેશ ગોંડલના સમર્થકો ભૂલ્યા ભાન, રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન! Video વાઇરલ
ગોંડલ એ કોઇની જાગીર નથી. અમે અવારનવાર આવીશું : અલ્પેશ કથીરિયા
ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગોંડલમાં કોઈ આવી ન શકે તેવો પડકાર હતો, અમે ગોંડલમાં આવીને બતાવ્યું છે. ગોંડલ એ કોઇની જાગીર નથી. અમે અવારનવાર આવીશું. અલ્પેશ કથીરિયાએ આગળ કહ્યું કે, ગણેશ ગોંડલના (Ganesh Gondal) ભયનાં લીધે જ ગોંડલમાં ડરનો માહોલ છે. ગાડીઓની તોડફોડ કરવી, કાફલો રોકવો, લોકોને રોકવા એટલે ગોંડલ 'મિર્ઝાપુર' સાબિત થઈ રહ્યું છે. ભાજપ હાઇકમાન્ડે પણ બધું જોયું છે કે ગોંડલ કઈ રીતે મિર્ઝાપુર બન્યું છે ? તેમણે કહ્યું કે, જયરાજસિંહના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર નથી. અમારે જાનમાં જોડાવું, અણવર બનવું, જે બનવું હશે તે સમયે નક્કી કરીશું. તેમણે કહ્યું કે, લુખ્ખા અને અસામાજિક લોકો સામે કાર્યવાહી થાય તેવી અમારી માગ છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન જિગીષા પટેલે (Jigisha Patel) પડકાર ફેંકતા કહ્યું કે, અમે વારંવાર ગોંડલ આવીશું અને અમે ગોંડલને ભયમુક્ત બનાવીશું.
આ પણ વાંચો - Gondal : તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે જોરદાર ગરમાવો, જાણો શું છે સમગ્ર મામલો