Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા અને તેમનાં પુત્રનું સન્માન કરાયુ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ શહેર તાલુકાના પ્રબુદ્ધ નગરજનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો અને ચુટાયાલા હોદ્દેદારો દ્વારા ગોંડલની શાંતિ અને સલામતીને લઈને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નુ વિરોચિત સન્માન કરાયુ હતુ. પ્રત્યુતરમાં જયરાજસિહ જાડેજાએ...
gondal   સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા અને તેમનાં પુત્રનું સન્માન કરાયુ
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ શહેર તાલુકાના પ્રબુદ્ધ નગરજનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો અને ચુટાયાલા હોદ્દેદારો દ્વારા ગોંડલની શાંતિ અને સલામતીને લઈને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નુ વિરોચિત સન્માન કરાયુ હતુ. પ્રત્યુતરમાં જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે - ગોંડલ પંથકની સલામતી માટે ટેટુ ચીતરવાનો મારો કોન્ટ્રાક્ટ હજુ યથાવત છે. તાજેતરમાં ગુંદાળા ચોકડી પાસે કોમ્પ્લેક્ષમાં વેપારીઓને રંઝાડી લુખ્ખાગીરી કરી રહેલા તત્વોને ગણેશભાઈ તથા જયરાજસિહ દ્વારા શાનમાં સમજાવી સિધાદોર કર્યાની ઘટનાને લઈને પિતા પુત્રનુ સન્માન કરાયુ હતુ.

Advertisement

પાઘડી બાંધી મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું 

Advertisement

ગોંડલ માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, ઉદ્યોગપતિ ઘનસુખભાઇ નંદાણીયા, મનોજભાઈ કાલરીયા, ખેડુત આગેવાન હંસરાજભાઇ ડોબરીયા તથા કનકસિંહ જાડેજા દ્વારા સન્માનનાં કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો, જીલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યો તથા હોદેદારો, નાગરીક બેંક તથા માર્કેટ યાર્ડના હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા ગણેશભાઈનુ પાઘડી બાંધી મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યુ હતુ.

'લુખ્ખા તત્વોને  ટેટુ ચીતરવાનો મારો કોન્ટ્રાક્ટ ચાલુ જ છે' 

સન્માનના પ્રત્યુતરમાં જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલનુ વાતાવરણ બગાડતા તત્વો સાથે ક્યારેય સમાધાન ન હોઇ શકે. ગોંડલના વેપારીઓ કોઈ પણ ભય વગર ધંધો રોજગાર કરે એ મારા માટે મહત્વનુ છે. લુખ્ખા તત્વોને  ટેટુ ' ચીતરવાનો મારો કોન્ટ્રાક્ટ ચાલુ જ છે. ગોંડલ પંથકની માતા બહેનો અને પ્રજાની સલામતી એ મારો ક્ષાત્રધર્મ છે, એ હમેશા નિભાઇશ. ગણેશભાઈ એ લુખ્ખા તત્વોને લલકારી કહ્યુ કે કાંતો ગોંડલ છોડીદો, કાંતો લુખ્ખાગીરી છોડીદો. તેમણે કોઈ પણ સમસ્યામાં પ્રજાની સાથે અમારો પરિવાર ખડેપગે ઉભો છે, તેની ખાત્રી આપી હતી.

માર્કેટ યાર્ડના ચેરમેન અને જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ગોપાલભાઈ શિંગાળા, કનકસિંહ જાડેજા, મગનભાઈ ઘોણીયા, કિશોરભાઈ અંદિપરા, પી.એલ.વઘાશીયા, અને મનસુખભાઇ સખીયા એ વક્તવ્યમાં ગુંડાગર્દી સામે પિતા પુત્ર દ્વારા ગોંડલ પંથકને અપાઇ રહેલા રક્ષણને બિરદાવી જયરાજસિહને સાચા લોકનાયક ગણાવ્યા હતા. સન્માન સમારોહમાં નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંતિભાઈ સાટોડીયા, કુરજીભાઈ ભાલાળા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -- Gujarat High Court : આખી રાત ગરબા ચાલુ રાખવાની સૂચના મુદ્દે વિવાદ, 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે HC માં રજૂઆત

Tags :
Advertisement

.

×