GONDAL : પ્રેમનો આવ્યો કરૂણ અંત, જસદણના ભંડારીયા ગામના પ્રેમીપંખીડાઓએ ઝેર પી કર્યો આપઘાત
અહેવાલ - વિશ્વાસ ભોજાણી " સજન મારી પ્રિતડી સદીઓ પુરાની ભુલીનાં ભુલાશે પ્રણય કહાની " આ પંક્તિ ને સાર્થક કરતી ઘટના નાના એવા ભંડારીયા ગામે બની છે. જસદણ તાલુકાના ભંડારીયા ગામે પાડોશમાં રહેતા યુવક યુવતીએ વહેલી સવારે વાડીએ જઈ સાથે...
Advertisement
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
" સજન મારી પ્રિતડી સદીઓ પુરાની ભુલીનાં ભુલાશે પ્રણય કહાની " આ પંક્તિ ને સાર્થક કરતી ઘટના નાના એવા ભંડારીયા ગામે બની છે.
જસદણ તાલુકાના ભંડારીયા ગામે પાડોશમાં રહેતા યુવક યુવતીએ વહેલી સવારે વાડીએ જઈ સાથે ઝેર પી લેતા બન્નેને ગોંડલ ડો.સુખવાલા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યા સારવાર દરમ્યાન બન્નેના મોત નિપજ્યા હતા.
યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબધ હોય અને યુવકના સગપણની વાત ચાલતી હોય આ જન્મ માં એક નહી થઈ શકાય તેવું માની બન્ને એ સાથે ઝેર પી લઈ અનંતની વાટ પકડી હતી. બનાવ અંગે ભાડલા પોલીસે તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગત અનુસાર ભંડારીયા ગામે પાડોશમાં રહેતા કિંજલ ભરતભાઇ મોઢ ઉ.૧૮ તથા વિવેક ભુપતભાઇ બાવરીયા ઉ.૧૮ ગત વહેલી સવારે પાંચ વાગ્યે વિવેકની વાડીએ પહોંચી પ્રેમની વેદી પર બલિદાન આપવા સાથે ઝેર પી લેતા બન્ને ને ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પ્રથમ વિવેક અને બાદમાં કિંજલે અનંતની વાટ પકડી હતી. બન્નેનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
વિવેકનાં સગપણની વાત ચાલતી હોય તેનો પરીવાર કમળાપુર છોકરી જોવા પણ ગયો હતો.અને નજીકનાં સમયમાં સગાઇ પણ થવાની હતી.પરંતુ એ પહેલાં જ પ્રેમમાં મૃત્યુ સુધીનો સાથ નિભાવવા બન્નેએ ઝેર પી લઈ જીવન ટુંકાવયુ હતું. કિંજલના પિતા ખેતીકામ કરે છે. જ્યારે વિવેક બે ભાઇઓ સાથેનાં સંયુક્ત પરિવાર માં રહેતો હતો.તેનાં પિતા ખેતીકામ કરે છે. એક જ દિવાલે પાડોશમાં રહેતા યુવક યુવતીએ સાથે ઝેર પી લઈ આત્મહત્યા કરતા બન્નેનો પરીવાર દુખમાં ગરકાવ થયો હતો.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લામાં ચાલતાં નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપાયું, ડભોઈ બન્યું નકલી રોયલ્ટી પાસનું કેન્દ્ર


