Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : 'તારી વહુ મારી માતા સાથે ખોટી વાતો કરે છે' કહી શખ્સે કેરોસિન છાંટી કેબિન સળગાવી માર્યું

રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ કડિયા લાઇનમાં આવેલ નુરમંજિલની નીચે ફૂટપાથ પર આવેલા કપડાંની કેબિનમાં એક શખ્સે કેરોસિન છાંટી સળગાવી નાંખતા રૂ.20 હજારનો માલ આગમાં ખાક થઈ ગયો હતો. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે (Gondal City Police) ગુનો નોંધ્યો હતો. કેબિનની...
gondal    તારી વહુ મારી માતા સાથે ખોટી વાતો કરે છે  કહી શખ્સે કેરોસિન છાંટી કેબિન સળગાવી માર્યું
Advertisement

રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ કડિયા લાઇનમાં આવેલ નુરમંજિલની નીચે ફૂટપાથ પર આવેલા કપડાંની કેબિનમાં એક શખ્સે કેરોસિન છાંટી સળગાવી નાંખતા રૂ.20 હજારનો માલ આગમાં ખાક થઈ ગયો હતો. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે (Gondal City Police) ગુનો નોંધ્યો હતો. કેબિનની બાજુમાં સમોસાની રકડી ચલાવતાં શખ્સે 'તારી વહુ મારી માતા સાથે ખોટી વાતો કરે છે' કહીં કૃત્ય આચર્યું હોવાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના (Gondal) વોરા-કોટડા રોડ પર વિજયનગરમાં ગીતાબેન ડાભી (ઉ.વ.65) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સદામ હુસૈન (રહે.ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી તેના પુત્ર, પૌત્રવધુ સાથે ગોંડલ કડિયા લાઇનમાં આવેલ નુરમંજિલની નીચે ફૂટપાથ પર જૂનાં કપડાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારનાં આશરે 8 વાગ્યે તેઓ પુત્ર અને પુત્રવધુ સાથે ગોંડલ કડિયા લાઇનમાં આવેલ નુરમંજિલની નીચે ફૂટપાથ પર જૂના કપડાંનું વેચાણ કરતા હોય અને રાત્રિના સમયે કપડા રાખવા માટે ગોંડલ પોસ્ટ ઓફિસની સામે બાલમંદિર પાસે એક પતરાંની કેબિન ભાડે રાખેલ હોય ત્યાં જોયું તો ભાડે રાખેલ કપડાંની દુકાન સળગી ગયેલ હાલતમાં હતી.

Advertisement

Advertisement

આ દુકાન કોણે સળગાવી તે બાબતે આજુબાજુમાં તપાસ કરતા તથા સીસીટીવી ચેક કરતાં જાણવા મળેલ કે, રોમા ટોકિઝ પાસે રહેતો સદામ હુસૈન રાત્રિનાં બે વાગ્યે પોતાનાં હાથમાં કેરોસિનની બોટલ લઇને દુકાન તરફ જતો હોય તથા ત્રણેક મહિના પહેલા આ શખ્સે તેણીના દીકરાની વહુને કહ્યું કે, 'તું મારા મમ્મીને કાન ભંભેરણી શા માટે કરે છે અને મારા મમ્મીને બોલાવતી જ નહીં' તેમ કહી તે જતો રહ્યો હતો. જે વાતનો ખાર રાખી આ શખ્સે રાત્રિનાં સમયે અમે ભાડે રાખેલ કેબિનમાં કેરોસિન છાંટી આગ લગાડી સળગાવી નાખી પતરાંની કેબિન તથા તેમા રાખેલ જૂના કપડાં મળી કુલ રૂ. 20 હજારનું નુકસાન થયું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસે (Gondal City Police) ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં પુત્રના પાપે પિતાને જેલના સળિયા ગણવા પડ્યા, બિયરના ટીન સાથે ધરપકડ

આ પણ વાંચો - Surendranagar : માત્ર 8 માસ પહેલા શરૂ થયેલા લીંબડી સર્કલ હાઇવે ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું

આ પણ વાંચો - Surat : વરસાદમાં નવા રોડ પણ ધોવાઈ ગયા! સ્થાઇ સમિતિનાં ચેરમેને કહ્યું- ડામર અને પાણીનું..!

Tags :
Advertisement

.

×