ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal Municipality એ 18 મહિના બાદ ભર્યું 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ, હજી પણ...

Gondal Municipality: ગોંડલ નગરપાલિકાએ છેલ્લા 18 મહિનાથી વીજળીનું બિલ (Eectricity bill) નહોતું ભર્યું. હવે ગોંડલ નગરપાલિકા (Gondal Municipality)એ 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભર્યું છે.
01:06 PM Nov 29, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal Municipality: ગોંડલ નગરપાલિકાએ છેલ્લા 18 મહિનાથી વીજળીનું બિલ (Eectricity bill) નહોતું ભર્યું. હવે ગોંડલ નગરપાલિકા (Gondal Municipality)એ 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભર્યું છે.
Gondal
  1. નગરપાલિકાએ 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભર્યું
  2. 15માં નાણા પંચમાંથી રકમ મંજૂર થતા બીલ ભરવામાં આવ્યું
  3. PGVCL ને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બાકી હતું

Gondal Municipality: ગોંડલ નગરપાલિકાએ છેલ્લા 18 મહિનાથી વીજળીનું બિલ (Eectricity bill) નહોતું ભર્યું. મળતી જાણકારી પ્રમાણે 3 કરોડનું વીજ બિલ બાકી હતી. હવે ગોંડલ નગરપાલિકા (Gondal Municipality)એ 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભર્યું છે. ગોંડલ નગરપાલિકા (Gondal Municipality)એ સાડા ત્રણ કરોડ રૂપિયાનો વીજ બિલ ભરવાનું બાકી હતું, 15માં નાણા પંચમાંથી વીજ બિલની રકમ મંજૂર થતા શાસકોએ હાશકારો લીધો.

આ પણ વાંચો: Ponzi Scheme : કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત

PGVCL ને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બાકી હતું

ગોંડલ નગર પાલિકાએ 15માં નાણા પંચ પાસ થતા સૌ પ્રથમ PGVCL નું 2, 34, 99, 960/- રૂપિયા નું વીજ બીલ ભર્યું છે. PGVCL ને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બિલ (Eectricity bill) બાકી હતું. PGVCL દ્વારા નગરપાલિકાને અલગ અલગ વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ જેવા 104 વીજ કનેક્શનનું જોડાણ આપવામાં આવ્યું છે. નગરપાલિકા (Municipality)ના હોદ્દેદારોએ જણાવ્યું કે, 18 મહિનાથી બિલ ભરપાય થયું ન હતું. 3.85 કરોડની રકમ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. 2,34,99,960/- રૂપિયા સરકારમાંથી આવ્યા છે. હજુ વધારે રકમ ની માંગણી કરી છે.

આ પણ વાંચો: Banaskantha: રાજ્યમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન, તલાટીએ ડિજિટલ લાંચ લીધાનો આરોપ

કોમર્શિયલ સહિતના વિસ્તારોમાં વીજ બિલ ભરી દેવા સૂચના

નોંધનયી છે કે, હજી પણ બિલના પૈસા બાકી છે. હજુ વધારે રકમ પાસ થશે તો વીજ બિલની તમામ રકમ ભરપાય કરી દેવામાં આવશે. તેવું નગરપાલિક (Municipality)ના હોદ્દેદારોએ જણાવ્યું હતું. PGVCL ગોંડલ (Gondal) શહેર પેટા વિભાગ દ્વારા જણાવ્યું કે, ગોંડલ શહેરમાં જે કોઈ લોકોના રહેણાંક મકાન અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન, કોમર્શિયલ સહિતના વિસ્તારોમાં વીજ બિલ બાકી હોઈ તે લોકોએ વીજ બિલ ભરપાય કરી લેવું. નહિતર વીજ જોડાણ કાપી નાખવામાં આવશે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Ahmedabad: સનાથલ વિસ્તારમાં આવેલા ભંગારના મોટા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Tags :
Electricity BillGondal MunicipalityGondal Municipality NewsGujarati Newslatest newsPending Electricity Bill
Next Article