ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

Gondal: ગોંડલ તાલુકા પોલીસે આવા ઇસમોના તમામ કીમિયાઓ નિષ્ફળ કર્યા હતા. ઇસમોને ફોરવ્હીલ વાહનમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા પોલીસે પકડી પડ્યા હતા.
01:04 PM Nov 25, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલ તાલુકા પોલીસે આવા ઇસમોના તમામ કીમિયાઓ નિષ્ફળ કર્યા હતા. ઇસમોને ફોરવ્હીલ વાહનમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા પોલીસે પકડી પડ્યા હતા.
Gondal
  1. ગોંડલ તાલુકા પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી
  2. દારૂની હેરાફેરી કરતા ઇસમોના કીમિયાઓને પોલીસે કર્યા નિષ્ફળ
  3. વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓની કરવામાં આવી ધરપકડ

Gondal: ગોંડલ પોલીસે દારૂની હેરાફેરી કરતાં ઇસમોને ઝડપી પાડ્યાં છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો ગોંડલથી સામે આવ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે આવા ઇસમોના તમામ કીમિયાઓ નિષ્ફળ કર્યા હતા. ઇસમોને ફોરવ્હીલ વાહનમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા પોલીસે પકડી પડ્યા હતા. રેનોલ્ડ ડસ્ટરની ફોરવ્હીલમાં પાછળ ડેકીમાં ડાબી સાઈડ પ્લાસ્ટિકના પડીયામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ સંતાંડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: રફ્તારનો આતંક! કારચાલક નબીરાએ 5 કાર સહિત અનેક વાહનોને મારી ટક્કર

બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસે કરી કાર્યવાહી

તાલુકા પોલીસે બાતમીના આધારે ચોરખાનામાં રાખેલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો અને તે મામલે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા અને તાલુકા પોલીસના PI જે.પી.રાવ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી હકીકત આધારે પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રેઇડ કરતા ફોરવ્હીલ ગાડીમાં ચોરખાના અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ઝડપી છે.

આ પણ વાંચો: Surat Police ની અસામાજિક તત્વો સામે લાલ આંખ, વધુ એક આરોપીનું જાહેરમાં કાઢ્યું સરઘસ

પોલીસે 2,04,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિદેશી દારૂની નાની મોટી કુલ 363 નંગ બોટલો જેની કિંમત અંદાજે રૂપિયા 54,500/- તથા ફોરવ્હીલ ગાડી કિંમત રૂપિયા 1,50,000/- મળી કુલ 2,04,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે જુનાગઢના જહાંગીરભાઇ અમીનભાઇ શેખ (રહે, સુખનાથ ચોક પીસોરીવાડા), આનંદભાઇ છગનભાઇ સરવૈયા (રહે, ઉપરકોટ) અને નરેશભાઇ હિરાભાઇ નાગદેવ (રહે ટીંબાવાડી વાળા)ને ઝડપી પાડીને તેમની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: VADODARA : "કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે" - પોલીસ કમિશનર

Tags :
Gondal Locel Newsgondal newsGondal takula policeGondal takula police ActionGujarati NewsLatest Gujarati Newssmuggling foreign liquor
Next Article