સરકારી કર્મચારીઓ લાલીયાવાડી નહીં ચાલે, કાગળ પર હાજર સાહેબોને 10.30 એ પહોંચવું જ પડશે
- 10.40 થી વધારે મોડુ થશે તો અડધા દિવસનો પગાર કપાઇ જશે
- સચિવાલયમાં 12 વાગ્યા સુધી કાગડા ઉડતા હોવાની કહેવત ખોટી સાબિત થશે
- અધિકારી- કર્મચારીઓ નિયમોનું પાલન નહી કરે તો કાર્યવાહી કરવામાં આવશે
ગાંધીનગર : સરકારી કર્મચારીઓની હાજરી અંગે સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ચાલુ નોકરીએ જતા રહેતા કર્મચારીઓ માટે આકરા પગલા લેવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓએ સયસર ઓફીસ પહોંચવું પડશે. સવારે 10.40 વાગ્યા સુધીમાં ઓફિસ કર્મચારીઓને પહોંચવું પડશે અને સાંજે 06.10 પહેલા ઓફીસને છોડી શકશે નહીં.
મોડા આવીને વહેલા જતા કર્મચારીઓ પર કાર્યવાહી
સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે. ગુલ્લીબાજ કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. પરિપત્રમાં જણાવાયું કે, દરેક અધિકારી અને કર્મચારીઓનો આવવાનો સમય 10.30 વાગ્યાનો તથા કચેરી છોડવાનો 06.10 કલાકનો છે. તેમ છતા પણ આમદાવાદ આવતી પોઇન્ટની બસોને સચિવાલય સંકુલમાં પ્રવેશી નહીં શક્તિ હોવાના કારણે રસ્તામાં ટ્રાફીક જામની સમસ્યાને કારણે સવારે કચેરીના સમયને 10 ના બદલે 10.40 કરવામાં આવ્યો છે. જેથી વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાં આવવા તથા જવામાં નિયમિતતા જાળવવા માટે સુચના અપાઇ છે.
આ પણ વાંચો : રાજધાનીને મળ્યા ચોથા મહિલા મુખ્યમંત્રી, રેખા ગુપ્તાએ દિલ્હીના CM તરીકે શપથ લીધા
મોડા પડ્યા તો અડધા દિવસનો પગાર કપાઇ જશે
એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10.40 સુધીનો નક્કી કરવામાં આવેલ છે. જેથી વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાં આવવા જવામાં નિયમિતતા જાળવવા સુચના આપવામાં આવે છે. વધારેમાં એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10.40 પછી આવનારા અથવા સાંજે 06.10 પહેલા જનાર અધિકારી-કર્મચારીની અડધા દિવસની રજા કાપી નાખવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat Budget 2025-26 : “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”


