Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayat Election : રસપ્રદ પરિણામો થઈ રહ્યા છે જાહેર, રીબડામાં સત્યજિત સિંહ જાડેજા જીત્યા

આજે ગુજરાતની 3895 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો માટેની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. બપોરે 12 કલાક સુધીમાં આ ચૂંટણીના રસપ્રદ પરિણામો આવી રહ્યા છે. વાંચો વિગતવાર.
gram panchayat election   રસપ્રદ પરિણામો થઈ રહ્યા છે જાહેર  રીબડામાં સત્યજિત સિંહ જાડેજા જીત્યા
Advertisement
  • રીબડામાં સત્યજિત સિંહ જાડેજા જીત્યા
  • માણસાના નાદરી ગામે 2 સભ્યો વચ્ચે ટાઈ
  • મહેસાણામાં મત ગણતરી કેન્દ્રો ઉપર ટોળેટોળા ઉમટ્યાં

Gram Panchayat Election : આજે ગુજરાતની 3895 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજ્યની કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બાકી ગ્રામ પંચાયતોમાં કોણ સરપંચ અને કોણ સભ્ય બનશે તે આજે નક્કી થઈ જશે. જો કે બપોરે 12 કલાક સુધી ગ્રામ પંચાયત ચૂંટણીના રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે.

રાજકોટ

ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (Satyajit Singh Aniruddhasinh Jadeja) નો વિજય થતાં તેમનું હાર-તોરાથી સ્વાગત કરવામાં આવ્યું છે. ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે. જ્યાં બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-4 પરષોત્તમ કરસનભાઇ ઘોણીયાનો વિજય થયો છે, સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ 7માં વર્ષાબેન ભાદાણીનો વિજય થયો છે. રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને માત આપી છે.

Advertisement

મહેસાણા જિલ્લામાં પરિણામોને લઈને ઉત્સુકતા

મહેસાણા (Mahesana) જિલ્લાના ગામડાંઓની ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી ચાલુ રહી છે. 235 ગ્રામ પંચાયતોમાં 227 સરપંચ પદ અને 652 સભ્યોની મત ગણતરી ચાલી રહી છે. ગ્રામ પંચાયત ચૂંટણી માં 75.77 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પરિણામો ને લઈ ગ્રામ્યસ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મત ગણતરી કેન્દ્રો ઉપર ટોળેટોળા જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2025: અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, નિજમંદિર ખાતે સાધુ સંતોનો ભંડારો યોજાશે

મતગણતરીમાં ટાઈ

ગાંધીનગરના માણસાના નાદરી ગામે 2 સભ્યોને એક સરખા મત મળતા ટાઈ પડી છે. બંને સરપંચ પદના ઉમેદવારોને 338 મત મળ્યા છે.

અમરેલી

અમરેલીની દલડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમિયતબેન જાડેજાનો 16 મતોથી વિજય થયો છે. જ્યારે ઈશ્વરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિભાઈ માયાપાદરનો 150 મતોથી વિજય થયો છે.

આણંદ

ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.

જામનગર

સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલ નાખવાની જીત થઈ છે, જ્યારે હડમતીયા(મતવા) ગ્રામ પંચાયતમાં દિવ્યેશભાઈ સભાયાએ વિજય મેળવ્યો છે.

આ પણ વાંચોઃ Emergency 50th Anniversary : કટોકટી એ લોકતંત્રનો કાળો અધ્યાય છે - વડાપ્રધાન મોદી

Tags :
Advertisement

.

×