Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Green Energy : VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન

ગુજરાત સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય માટે થઈ રહ્યું છે સજ્જ
green energy   vgrc કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન
Advertisement
  • Green Energy- વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC) ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે
  • ગ્રીન ગુજરાત પર ફોકસ: VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન
  • સોલાર વિલેજથી માંડીને વિંડ પ્રોજેક્ટ સુધી, ગુજરાત સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય માટે થઈ રહ્યું છે સજ્જ
  • VGRC: ગુજરાતનું હરિત ઊર્જા અભિયાન કેન્દ્રસ્થાને

Green Energy વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાના ગુજરાતના મજબૂત વિઝન અને મહત્વાકાંક્ષી મિશનની સાથે, ઉત્તર ગુજરાત આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC)માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે સજ્જ છે. આ કોન્ફરન્સીસ રાજ્યની ગ્રીન એનર્જી પહેલો જેવી કે, મોટા પાયાના રિન્યુએબલ એનર્જી પાર્ક્સ, ઓફશોર વિંડ પ્રોજેક્ટ્સ, વિતરિત સૌર ઊર્જાની પહેલો, તેમજ ઊર્જા જરૂરિયાતો અને ક્લાઇમેટ સંબંધિત પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે વિકસિત કરવામાં આવી રહેલા આધુનિક ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉજાગર કરશે.

Advertisement

વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી(Renewable Energy)સ્થાપિત ક્ષમતા અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે સુસંગત, ગુજરાતે પહેલેથી જ એક સીમાચિહ્ન હાંસલ કરી લીધું છે. રાજ્યની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાના 50%થી વધુ હવે નવીનીકરણીય સ્ત્રોતોમાંથી (નાણાકીય વર્ષ 2024-25) આવે છે.

Advertisement

Green Energy -વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (પવન-સૌર) રિન્યુએબલ એનર્જી પાર્ક

ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (પવન-સૌર) રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે, જેની પ્રસ્તાવિત ક્ષમતા 37.35 GW છે. ભારતનો પ્રથમ નિયરશોર વિંડ પાયલટ પ્રોજેક્ટ ભાવનગરમાં મહુવા ખાતે શરૂ કરવામાં આવ્યો છે, જેના થકી ગુજરાત પવન ઊર્જા ક્ષેત્રે એક ડગલું આગળ વધશે. વધુમાં, ગુજરાત વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે, જે રાષ્ટ્રીય લક્ષ્યાંકના 60% યોગદાન આપશે.

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના આંકડા (માર્ચ 2025 સુધી) મુજબ, ઉત્તર ગુજરાતના તમામ નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાં સૌર ઊર્જા સ્થાપિત ક્ષમતા સૌથી વધુ છે, જે રાજ્યની 4,578 MWની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 94.4%નું યોગદાન આપે છે.

Green Energy-ગ્રીડ ઇન્ટિગ્રેશન અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીનું એક સફળ મોડેલ

પાટણ જિલ્લો 2,361.86 MWની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે રાજ્યમાં ટોચના સ્થાને છે. જિલ્લાની આ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સૌર, પવન અને સ્મોલ હાઇડ્રો (લઘુ જળવિદ્યુત) ઊર્જા દ્વારા સંચાલિત છે. પાટણમાં 749 MWની ક્ષમતા ધરાવતો ચારણકા સોલાર પાર્ક આવેલો છે, જે ગ્રીડ ઇન્ટિગ્રેશન અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે એક સફળ મોડેલ છે.

મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ છે, જે 24X7 સૌર ઊર્જાથી ચાલે છે. મોઢેરામાં 15 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS Solar PV Project) સાથે 6 MWનો સોલાર પ્લાન્ટ સંકલિત છે. વધુમાં, બનાસકાંઠાના રાધાનેસડા સ્થિત 700 MWનો અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ અદ્યતન સૌર માળખાકીય સુવિધાઓ અને કાર્યકારી શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપી રહ્યો છે.

ગુજરાત સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ, પીએમ-કુસુમ (PM-KUSUM), પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના વગેરે સહિતના મુખ્ય રાષ્ટ્રીય મિશનોને આગળ વધારવામાં ગુજરાતનું નેતૃત્વ, સમાવિષ્ટ ઊર્જા સુલભતા અને લાંબા ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ સાહસ ગુજરાતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવે છે. આગામી સમયમાં આયોજિત થનારી VGRCs ગુજરાતની ઝડપથી વિકસી રહેલી નવીનીકરણીય ઊર્જા ઇકોસિસ્ટમમાં રોકાણની તકો, ટેક્નોલોજી ભાગીદારી અને નીતિગત નવીનતા શોધવા માટે હિસ્સેદારોને એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ પણ વાંચો : Surat: શહેરમાં SOGએ બોગસ આધારકાર્ડ રાખનાર વિધર્મીની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×