Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધી શકે તેવી આગાહી કરી છે, જેમાં તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં શિયાળો વિદાય લેવાના અંતિમ તબક્કામાં છે.
ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર  જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Advertisement
  • ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર
  • રાજ્યમાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે
  • રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી
  • હાલ રાજયમાં બેવડી ઋતુની અસર રહેશે
  • શિયાળો વિદાઈ લેવાના અંતિમ તબક્કામાં
  • વેસ્ટર્ન ડીસ્ટર્બનના લીધે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે
  • અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું
  • રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું

Gujarat Weather Update : ગુજરાતીઓ આ વખતે ગરમીથી શેકાવા માટે પૂરી રીતે તૈયાર રહેજો, જીહા આ અમે હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે તેને ધ્યાને રાખીને કહી રહ્યા છીએ. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધી શકે તેવી આગાહી કરી છે, જેમાં તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં શિયાળો વિદાય લેવાના અંતિમ તબક્કામાં છે.

હાલ રાજયમાં બેવડી ઋતુની અસર રહેશે

રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, શિયાળાની વિદાઇ થઇ રહી છે અને ત્યારે જ ગરમી વધતી જોવા મળી રહી છે. તાજેતરમાં જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં દિવસના સમયે ખાસ કરીને બપોરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનના નોંધાયેલા આંકડા મુજબ, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 35.6 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે. આવી સ્થિતિમાં, ગુજરાતવાસીઓએ ગરમીથી બચવા અત્યારથી જ પૂરતી તકેદારી રાખવી જરૂરી બનશે.

Advertisement

શિયાળો વિદાય લેતા ગરમી વધશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં શિયાળો હવે અંતિમ તબક્કામાં છે અને આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધશે. રાજ્યમાં તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને બપોરના સમયે મહત્તમ તાપમાન 30 ડિગ્રી પાર જશે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાન સામાન્ય રીતે યથાવત રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ

હાલમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, અને રાજ્યમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે કેટલીક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ, આગામી એક સપ્તાહ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ આગામી બે દિવસ તાપમાન થોડું ઘટી શકે છે. ત્યાર બાદ ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો :  બેવડી ઋતુનો અહેસાસ વચ્ચે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? વૈજ્ઞાનિકે શું જણાવ્યું

Tags :
Advertisement

.

×