Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ

Gujarat- મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો સિંધુભવન રોડ મલ્ટીલેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ અને ટાઈમ્સ સ્ક્વેર સિંધુભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ પર બસ સેવાનો પ્રારંભ થયો. સિંધુભવન રોડ...
gujarat  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ
Advertisement
  • Gujarat- મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો
  • સિંધુભવન રોડ મલ્ટીલેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ અને ટાઈમ્સ સ્ક્વેર સિંધુભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ પર બસ સેવાનો પ્રારંભ થયો.
  • સિંધુભવન રોડ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા રાહદારીઓને ફીડર બસ સેવાનો નિઃશુલ્ક લાભ મળશે
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

Gujarat રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTSની ૨ બસને ફ્લેગ ઓફ કરાવી ફીડર બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

સિંધુભવન રોડ મલ્ટીલેવલ પાર્કિંગથી થલતેજ મેટ્રો સ્ટેશન, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ અને ટાઈમ્સ સ્ક્વેર સિંધુભવન રોડ સુધીના સર્ક્યુલર રૂટ પર બસ સેવાનો પ્રારંભ થયો છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા રાહદારીઓને ફીડર બસ સેવાનો નિઃશુલ્ક લાભ મળશે. આ સિવાયના લોકો વ્યક્તિદીઠ પાંચ રૂપિયા શુલ્ક આપીને આ ફીડર બસમાં પ્રવાસ કરી શકાશે. આ રૂટ પર દર ૧૫ મિનિટના સમયાંતરે ફીડર બસ સેવાનો લાભ મળી રહેશે.

Advertisement

મુખ્યમંત્રીએ આ રૂટ પરની જે બે નવી ફીડર બસ/મીની બસને ફ્લેગ ઓફ કરાવ્યું તે બસ સીસીટીવી કેમેરા, રિઅર વ્યુ કેમેરા જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

ફીડર બસ સેવાના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહા, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Surat: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શન મોડમાં, પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ

Tags :
Advertisement

.

×