Gujarat: હજી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું, શું ‘દાના’ વાવાઝોડું ગુજરાતને અસર કરશે?
- રાજ્યના કેટલાય વિસ્તારોમાં તાપમાન થોડૂં વધ્યું
- આગામી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાનું છે
- રાજ્યના અનેક વિસ્તારોના લોકોને ગરમીનો અનુભવાશે
Gujarat: ચોમાસું ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ખાસ તો એટલા માટે કે હવે રાજ્યના કેટલાય વિસ્તારોમાં તાપમાન થોડૂં વધી રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, અત્યારે ઋતુ શિયાળાની આવી છે અને ગરમી વધી રહીં છે. માત્ર સવારે જ વાતાવરણ ઠંડુ લાગે છે બાકી તો આખો દિવસ વાતાવરણ ગરમ જ રહે છે. જો કે, હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ ગુજરાત (Gujarat)નું વાતાવરણ સૂકું રહેવાનું છે. તો ચાલો જાણીએ હવામાન વિભાગ દ્વારા બીજી કેવી આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં વરસાદ થશે કે કેમ?
આ પણ વાંચો: Gujarat Weather:ખેડૂતો માટે માઠા સમાચાર,ખેડૂતોને આપી આ સલાહ
છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે
મહત્વની વાત છે કે, આગામી ચાર દિવસ ગુજરાત (Gujarat)માં વાતાવરણ સૂકું રહેવાનું છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો હોય તેવું લાગી રહ્યું છે. શિયાળાની ઋતુમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આગામી ચાર દિવસોમાં વાતાવરણ આવું જ રહેવોનું છે, તેમાં કોઈ ફેરફાર આવવાનો નથી. જેથી રાજ્યના અનેક વિસ્તારોના લોકોને ગરમીનો અનુભવ થવાનો છે.
The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT
— India Meteorological Department (@Indiametdept) October 25, 2024
આ પણ વાંચો: કેન્દ્રની ફટકાર બાદ જાગી ગુજરાત સરકાર, તાત્કાલિક નવા નાણાં પંચની કરાશે રચના
બંગાળની ખાડીમાં એક દાના નામનું વાવાઝોડૂં સક્રિય થયું
હવામાન વિભાગે કહ્યું કે, વાતાવરણ સૂકું રહેવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં એક દાના નામનું વાવાઝોડૂં સક્રિય થયું છે. તેની ગુજરાતમાં થોડી અસર વર્તાશે તેવું અંબાલાલે જણાવ્યું છે. દાના વાવાઝોડાની મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સાથે સાથે ગુજરાત (Gujarat)માં પણ થોડી ઘણી અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Dang: માફી માંગવી પડશે નહી તો અમે તમારાં ડાયરા થવા દઈશું નહી : મંત્રી કુંવરજી હળપતિ


