ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather Update: આગામી 7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે, 6.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું કાશ્મીર

Gujarat Weather Update: ગુજરાતમાં આવતા 7 દિવસ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે.
07:45 AM Dec 31, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Weather Update: ગુજરાતમાં આવતા 7 દિવસ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે.
Gujarat
  1. અમદાવાદમાં 13.07 ડિગ્રી તાપમાન નોંધાયું
  2. ગાંધીનગરમાં 10.6,નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું
  3. સૌરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટી તો ઉત્તર ગુજરાતમાં લોકો ઠુંઠવાયા

Gujarat Weather Update: ગુજરાતમાં આવતા 7 દિવસ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. જોકે, રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં વાતાવરણ ઠંડું રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જોકે,સામે ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી છે.

આગામી દિવસોમાં તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે

અમદાવાદમાં હાલમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને આગામી દિવસોમાં આ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહી શકે છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1.3 ડિગ્રી તાપમાન ઘટી ચૂક્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે, પરંતુ યથાવત રહેવું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથ રાજ્યનું સૌથી ઠંડૂ શહેર બન્યું છે. ગાંધીનગરમાં પણ આજે 10.6 ડિગ્રી તાપમાન અનુભવાયું છે. નોંધનીય છે કે, અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળ્યું છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Bhuj : યુવતીનાં અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી પ્રેમીએ કરી ક્રૂર હત્યા

ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ સતત વધી રહ્યો

ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. અહીં પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો પ્રભાવ વધુ જોવા મળે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે અને તાપમાન વધુ ઘટી રહ્યું છે.

આ પણ વાંચો: Surat : પૂર્વ ગૃહમંત્રી Gordhan Zadafia ના સાળા વિરુદ્ધ વિધવા મહિલાનો દુષ્કર્મનો આરોપ

સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો નોંધાયો

સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રભાવ ઘટી રહ્યો છે. અહીંના તાપમાનમાં ઉદ્ધાર જોવા મળી રહ્યો છે અને ઠંડીના દબાણમાં ઘટાડો છે. જોકે, આ વાતાવરણમાં રાહત મળી છે, પરંતુ ઉત્તર ગુજરાત અને અન્ય અન્ય વિસ્તારોમાં ઠંડીના પ્રભાવમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી આગામી 7 દિવસ સુધી આ પ્રકારના વાતાવરણની સ્થિતિ રહેશે. તેથી, લોકોને સાવધાની રાખવા અને ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: Banaskantha : MP Geniben Thakor નો અનોખો અંદાજ, રાજનીતિ બાદ ક્રિકેટમાં મેદાનમાં ઉતર્યાં, જુઓ Video

Tags :
Dry WeatherGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat WinterGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsNaliaNalia GuajratTop Gujarati NewsWinter NewsWinter Update
Next Article