Gujarat: ખાતરની અછત, કૌભાંડ અને છેતરપિંડી વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
- યુરિયા ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો સક્રિય થયા
- ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા પાકને લઈ ચિંતામાં
- કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારોભાર રોષની સ્થિતિ છે
Gujaratમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનિય બનતી જાય છે. જેમાં કુદરતી આફતોની સાથે માનવ સર્જિત આફત પણ ખેડૂતો (Farmer)ને નુકસાન પહોંચાડી રહી છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતર (Fertilizer) ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તથા યુરિયા ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો સક્રિય થયા છે. જેમાં દિયોદરમાં યુરિયા ખાતરમાંથી લિક્વીડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. તેમજ ભાવનગરમાં ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી કરવામાં આવી રહી છે તેમાં લાખાવડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પત્થર નીકળ્યાની ફરિયાદ સામે આવી છે. આમ વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડે છે.
ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા પાકને લઈ ચિંતામાં
અત્યારે સૌથી વધુ વાવેતર બાદ પિયતમાં યુરિયા ખાતર (Fertilizer)ની જરૂરિયાત હોવાના કારણે ખેડૂતો (Farmer) સવારથી જ યુરિયા ખાતર મેળવવા માટે લાઈનોમાં જોવા મળી રહ્યા છે. જોકે ખાતરની અછત વર્તાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેમજ ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ખાતર પૂરું પાડવા માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે. પરંતુ આ વર્ષે પણ બટાકાના વાવેતર સમયે જ ખેડૂતોને ખાતરની અછત સર્જાતા ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠામાં પાંચ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થાય છે અને એમાં ખાસ ડીસા, કાંકરેજ, વડગામ તાલુકામાં બટાટાના વાવેતર થતા હોય છે ત્યારે ખાસ કરીને રવિ સિઝનમાં ડીએપી યુરિયા અને એનપીકે ખાતર (Fertilizer)ની ખાસ જરૂર પડતી હોય છે. જોકે બટાટામાં ખાસ કરીને એનપીકે ખાતરની જરૂરિયાત હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટા, એરંડા, ઘઉં, તમાકુ અને રાયડાનું વાવેતર કર્યું છે. અત્યારે પિયત સમયે ખેડૂતોને યુરિયા ખાતરની સૌથી વધુ જરૂરિયાત હોય છે પરંતુ છેલ્લા 20 દિવસથી ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા પોતાના પાકને લઈ ચિંતામાં મુકાયા છે.
પાકમાં નુકસાન થાય તેવી ભિતી ખેડૂતોમાં જોવા મળી
જો સમયસર રવિ પાકોમાં યુરિયા ખાતર ન આપવામાં આવે તો પાકમાં નુકસાન થાય તેવી ભિતી ખેડૂતો (Farmer)માં જોવા મળી રહી છે. છેલ્લા 20 દિવસથી ખેડૂતો કાંકરેજ વિસ્તારમાં તમામ એગ્રો સેન્ટરો પર લાંબી કતારોમાં યુરિયા ખાતર મેળવવા માટે લાગી જાય છે તેમ છતાં પણ ખેડૂતોને 20 દિવસથી યુરિયા ખાતર મળ્યું નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે કાંકરેજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રવિ પાકોનું વાવેતર થયું છે પરંતુ અત્યારે ખેડૂતોને રવિ પાકમાં પાણી આપવું છે પરંતુ યુરિયા ખાતર ક્યાંય મળતું નથી જેના કારણે રોજે રોજ યુરિયા ખાતર માટે ધક્કા ખાવા પડે છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતર (Fertilizer) પૂરું પાડે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat: રાજયના વીજ વપરાશ ધારકો માટે મહત્વના સમાચાર, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો
યુરિયા ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો સક્રિય થયા
યુરિયા ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો સક્રિય થયા છે. જેમાં દિયોદરમાં યુરિયા ખાતર (Fertilizer)માંથી લિક્વીડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ખેતરમાં ઉભી કરાયેલી ફેક્ટરીમાં ગોરખધંધો ચાલતો હતો. સબસિડાઈઝ્ડ ખાતરનો ઉપયોગ કરીને લિક્વીડ બનાવાતું હતું. જેમાં યુરિયા ખાતર અને અન્ય સાધન સામગ્રી મોટી માત્રામાં જપ્ત કરાઇ છે. એક તરફ ખેડૂતો (Farmer)ખાતર માટે કતારમાં બીજીતરફ આવું કૌભાંડ! કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારોભાર રોષની સ્થિતિ છે. દિયોદરના ડુચકવાડામાંથી વાહનમાં વપરાતું લિક્વિડ બનાવવાનું કોભાંડ ઝડપાયુ છે. જેમાં રાજસ્થાનના ત્રણ ઈસમોએ ખેડૂતની જમીન ભાડા પેટે લઈને ફેક્ટરી ઊભી કરી હતી. રાજસ્થાનના ત્રણ અને દિયોદરના એક ઈસમ સામે ફરિયાદ કરવામાં આવી છે.
ભાવનગરમાં ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી
ભાવનગરમાં ઉમરાળા તાલુકાના ખેડૂતો સાથે ખાતર (Fertilizer)માં છેતરપિંડી કરવામાં આવી છે. લાખાવડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પત્થર નીકળ્યા છે. ભાવનગરમાં સિહોર બાદ ઉમરાળા તાલુકામાં ખેડૂતો (Farmer)ની ફરિયાદ સામે આવી છે. હડમતીયા ઠોંડા સેવા સહકારી મંડળીમાંથી ખાતર ખરીદ્યું હોવાનો દાવો ખેડૂતે કર્યો છે. જેમાં થેલીમાંથી DAP ખાતરમાં પત્થર નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે ખેડૂત રાજુભાઈ સાંગાએ યોગ્ય કાર્યવાહીની માગણી કરી છે.
આ પણ વાંચો: Rajkot: ડુંગળીની અઢળક આવકની સામે ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા વધી


