ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: આ તે વળી કેવો વિકાસ? રાત્રે કારપેટીંગ કરાયું અને સવારે દેખાયો ભ્રષ્ટાચાર, લોકોના પૈસાનું કર્યું પાણી

Bharuch: ભરૂચના ઢાલથી મહમદપુરા સુધી ડામર કપચીના રોડમાં ગોબાચારી થઈ હોય તે પ્રકારે મોડી રાત્રે રીકાર્પેટીંગ કરાયું હતું અને સવાર થતાં ગણતરીના કલાકોમાં જ સમગ્ર માર્ગ ઉખડી ગયું
05:44 PM Dec 09, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch: ભરૂચના ઢાલથી મહમદપુરા સુધી ડામર કપચીના રોડમાં ગોબાચારી થઈ હોય તે પ્રકારે મોડી રાત્રે રીકાર્પેટીંગ કરાયું હતું અને સવાર થતાં ગણતરીના કલાકોમાં જ સમગ્ર માર્ગ ઉખડી ગયું
Bharuch News
  1. મોડી રાત્રે ડામર કપચીનું કારપેટીંગ કરાયું સવારે ઉખડી ગયું
  2. માર્ગ બનાવવા માટે કોન્ટ્રાક્ટેર ડામર તો વાપર્યું જ નહીં!
  3. કામગીરીના ગણતરીના કલાકમાં દેખાયા ભ્રષ્ટાચારના એંધાણ

Bharuch: ભરૂચમાં વિકાસ નહીં પરંતુ વિનાશ થતો હોવાના અનેક વખત આક્ષેપો થયા છે. નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો પણ ઘરના જ ભુવા અને ઘરના જાગરીયા હોય તો પછી ભ્રષ્ટાચાર રોકી કેવી રીતે શકે? આવો જ એક વિકાસ ભરૂચના ઢાલથી મહમદપુરા સુધી ડામર કપચીના રોડમાં ગોબાચારી થઈ હોય તે પ્રકારે મોડી રાત્રે રીકાર્પેટીંગ કરાયું હતું અને સવાર થતાં ગણતરીના કલાકોમાં જ સમગ્ર માર્ગ ઉખડી જતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

રાત્રે સમારકામ થયું અને સવારે સ્પષ્ટ દેખાયો ભ્રષ્ટાચાર

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ હતી. શ્રવણ ચોકડી નજીક ઓવરબ્રિજની કામગીરીના કારણે ઘણો વાહન વ્યવહાર શહેરી વિસ્તાર તરફ પ્રવેશતો હતો સાથે એક્સપ્રેસવે ઉપરથી આવતા વાહનો પણ સિટીમાં પ્રવેશતા મહમદપુરાથી ઢાલ સુધીના માર્ગ ઉપર સતત ટ્રાફિકજામ સર્જાયા કરતો હતો. ભરૂચ નગરપાલિકાના સત્તાપક્ષ અને વિપક્ષોએ સ્થળ ઉપર નિરીક્ષણ કરી ફોટોસેશન કરાવી આ માર્ગ ઉપર ટ્રાફિક જામને હળવો કેવી રીતે કરી શકાય તે અંગેનું નિરીક્ષણ કરતા સૌપ્રથમ જે ત્રણ નાળા પહોળા કરાયા છે. અત્યંત બિસ્માર રસ્તા ઉપર પેવર બ્લોક લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા અને અન્ય આજુબાજુના વિસ્તારોનો માર્ગ કે જે ત્રણ નાળાની આજુબાજુનો બિસ્માલ રસ્તા ઉપર ચોમાસુ પૂર્ણ થતા જ વાહન ચાલકોની કમરો ન તૂટે અને વાહન વ્યવહાર રાબેતા મુજબ રહે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક સાથે રિકારપેટીગ કરાયું છે.

આ પણ વાંચો: VADODARA : ઝઘડો થાળે પાડવા જતા પોલીસ કોન્સ્ટેબલ જોડે ગેરવર્તણૂંક કરી શર્ટ ફાડ્યું

જનતાના પૈસાનું સરેઆમ થઈ રહ્યું છે પાણી!

ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર ઢાલથી મહંમદપુરા સુધીના માર્ગમાં આવતા ત્રણ નાળાની આજુબાજુ ડામર કપચીથી રીકાર્પેટીંગ મોડી રાત્રે કર્યું. પરંતુ રાત્રિએ બનેલો રોડ સવાર થતા જ ગણતરીના કલાકોમાં કપચી ઉખડવા સાથે રોડ ઉપર કપચી રઝડથી થતા ટુવિલર વાહન ચાલકો કપચીના કારણે સ્લીપ થઈ જવાના કારણે અકસ્માતોનો ભોગ બનતા રોડ બનાવવામાં ગોબાચારી થઈ હોવાના આક્ષેપ સાથે વાહન ચાલક હોય ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમગ્ર માર્ગ ઉપર તપાસ કરવામાં આવતા નીચેનો માર્ગ જૂનો હતો. તે પુનઃ દેખાતો થઈ ગયો હતો અને ઉપર નાખેલું ડામર કપથીનું મટીરીયલમાં કપચી ઊખડીને રોડ ઉપર નજરથી જોવા મળી હતી. એટલે સવારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે ડામર કાપતીના રોડ બનાવવામાં ગોબાચારી કર્યો હોવાના ચોકાવનારા અહેવાલો વચ્ચે ગણતરીના કલાકોમાં જ માર્ગ જેસે થેની પરિસ્થિતિમાં આવી ગયો હતો.

આ પણ વાંચો: VADODARA : તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

આવા ભ્રષ્ટાચારના કામો પર ક્યારે લાગશે રોક?

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, આ વિસ્તારમાં હંમેશા ઓરમાયુ વર્તન રખાતું હોવાના અનેક વખત આક્ષેપ થયા છે. પશ્ચિમ વિસ્તારમાં માર બનાવવામાં હંમેશા ગોબાચારી થતી હોય તેવા આક્ષેપ થયા છે. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટરે ડામર કપચીનો રોડ બનાવવો હોય તો સ્થળ ઉપર જ ડામર અને કપચી ભેળસેળ કરી વાહન ચાલકોની નજરની સામે જ બનાવવાનો હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મટીરીયલ ડમ્પર મારફતે અન્ય જગ્યાએથી લાવવામાં આવે છે જેની ગુણવત્તા જળવાતી નથી ત્યારે ભરૂચ નગરપાલિકાએ આવા કોન્ટ્રાક્ટરો સામે નક્કર પગલાં ભરવા જોઈએ તે પણ જરૂરી બન્યું છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Mehsana : નસબંધી ટાર્ગેટ મુદ્દે આરોગ્ય અધિકારીનાં નિવેદનનો ફૂગ્ગો ફૂટ્યો! DDO એ કહી આ વાત

Tags :
BharuchBharuch Latest Newsbharuch newscorruption caseCorruption case in BharuchDhal to Mahmadpura RoadDhal to Mahmadpura Road BharuchGujarat FirstGujarat First big reportGujarati Top NewsSuspects of CorruptionTop Gujarati News
Next Article