Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે પ્રાથમિક સારવાર તાલીમની બ્રેઈલ લીપીમાં માર્ગદર્શિકા તૈયાર

AHMEDABAD : ગુજરાત (GUJARAT) માં સૌ પ્રથમ વાર દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે રેડ ક્રોસ ગુજરાત (RED CROSS GUJARAT) રાજ્ય શાખા મારફત પ્રાથમિક સારવાર (FIRST AID) તાલીમની બ્રેઈલ લીપીમાં માર્ગદર્શિકા તૈયાર કરી દ્રષ્ટિ દિવ્યાંગજનોને તાલીમ મળી રહે અને વધુ અભ્યાસ કરી શકે...
ahmedabad   દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે પ્રાથમિક સારવાર તાલીમની બ્રેઈલ લીપીમાં માર્ગદર્શિકા તૈયાર
Advertisement

AHMEDABAD : ગુજરાત (GUJARAT) માં સૌ પ્રથમ વાર દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે રેડ ક્રોસ ગુજરાત (RED CROSS GUJARAT) રાજ્ય શાખા મારફત પ્રાથમિક સારવાર (FIRST AID) તાલીમની બ્રેઈલ લીપીમાં માર્ગદર્શિકા તૈયાર કરી દ્રષ્ટિ દિવ્યાંગજનોને તાલીમ મળી રહે અને વધુ અભ્યાસ કરી શકે તે માટે આ માર્ગદર્શિકાનુ ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે માર્ગદર્શિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

માર્ગદર્શિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાત રેડ ક્રોસ દ્વારા દરેક વર્ગના લોકો માટે અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે રેડ ક્રોસ દ્વારા દ્રષ્ટિ દિવ્યાંગજનોની કુશળતામાં વધારો થાય અને અમુલ્ય માનવ જીવન બચાવવા માટેની કુશળતા તેઓ પ્રાપ્ત કરે તે માટે પ્રાથમીક સારવારની આ માર્ગદર્શિકા ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે લોકાર્પણ કરવામાં આવી.

Advertisement

સર્ટીફીકેટ તાલીમ યોજાઈ

આ સાથે જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા અંધજન મંડળના 30 દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે સર્ટીફીકેટ તાલીમ યોજાઈ. જેમાં દ્રષ્ટિ દિવ્યાંગજનોએ સી.પી.આર., ચોકિંગ, રીકવરી પોઝીશન, અસ્થિભંગ, જેવા વિવિધ વિષયોની પ્રેક્ટીકલ તાલીમ મેળવી.

Advertisement

અહેવાલ - સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો -- Indian Independence Day : દેશભક્તિનાં રંગે રંગાયું ગુજરાત, સમુદ્રમાં ધ્વજવંદન, તિરંગા સાથે દાંડિયા-રાસ, જુઓ Photos

Tags :
Advertisement

.

×