ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે મનોજ દાસની નિમણૂક, 31 ઓક્ટોબરે પંકજ જોશી થશે નિવૃત્ત
- રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા મનોજ કુમાર દાસ (Gujarat Chief Secretary Appointment)
- 31 ઓક્ટોબરે મુખ્ય સચિવ પંકજ જોશી થશે નિવૃત્ત
- 1990ની બેચના IAS અધિકારી છે મનોજ કુમાર દાસ
- હાલમાં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત
Gujarat Chief Secretary Appointment : ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટું પરિવર્તન કરતાં વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી (Pankaj Joshi Retirement))ને Extension ન આપીને તેમની નિવૃત્તિ 31 ઓક્ટોબર, 2025ના રોજ નક્કી કરી છે. તેમના સ્થાને, 1990 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસ (Manoj Kumar Das Appointment)ને રાજ્યના નવા મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આજે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
નવા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ- Manoj Kumar Das Appointment
મનોજ કુમાર દાસ (Manoj Kumar Das IAS) હાલમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે ફરજ બજાવે છે અને ગૃહ વિભાગની પણ વધારાની જવાબદારી સંભાળે છે. ગુજરાત કેડરના આ અનુભવી અધિકારીએ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયમાં મહેસૂલ, પોર્ટ્સ અને પરિવહન જેવા વિવિધ મહત્વના વિભાગોમાં કાર્યકુશળતા પૂર્વક ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. તેમની નિવૃત્તિ 31 ડિસેમ્બર, 2026ના રોજ થવાની છે, જેના કારણે તેઓ આ સર્વોચ્ચ પદ માટે સિનિયોરિટી અને લાંબા કાર્યકાળના આધારે સૌથી અગ્રણી ઉમેદવાર ગણાતા હતા.
રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા મનોજ કુમાર દાસ
31 ઓક્ટોબરે મુખ્ય સચિવ પંકજ જોશી થશે નિવૃત્ત@CMOGuj #BigBreaking #ManojKumarDas #IAS #ChiefSecretary #GujaratFirst pic.twitter.com/VnyNy7OuHa— Gujarat First (@GujaratFirst) October 28, 2025
નિમણૂકનું મહત્વ (New Chief Secretary Gujarat)
વહીવટી વર્તુળોમાં મનોજ કુમાર દાસને કાર્યકુશળ અને નિર્ણયાત્મક અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તેમના નેતૃત્વમાં રાજ્યના મહેસૂલ અને બંદર વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
પંકજ જોશીની નિવૃત્તિ – Pankaj Joshi Retirement
અગાઉ, પંકજ જોશી (1989 બેચ) જાન્યુઆરી 2025થી મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતા. તેમણે પણ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી નિભાવી હતી અને રાજ્યની વિકાસ યોજનાઓમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમને વધારાની મુદત (એક્સટેન્શન) આપવાની અટકળો વચ્ચે સરકારે સિનિયોરિટી અને વહીવટી સ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
Gujarat Chief Secretary Appointment
વહીવટી પરિવર્તન – Administrative Shift Gujarat
આ નિમણૂક આગામી નાણાકીય વર્ષની બજેટ તૈયારીઓ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. રાજ્યના વહીવટી વડા તરીકે મનોજ કુમાર દાસ 1 નવેમ્બર, 2025થી પદ સંભાળશે.
આ પણ વાંચો : Gujarat Rain: કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં, CM જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં


