Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

GSEB દ્વારા લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાના પરીક્ષાના આવેદનપત્રો માટે અંતિમ તારીખ લંબાવી
gujarat  ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર
Advertisement
  • પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની તારીખ લંબાઇ
  • વિદ્યાર્થીઓ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખ જાણી શકે છે
  • GSEBએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ધોરણ-10 ફેબ્રુઆરી-2025ની બોર્ડની જાહેર પરીક્ષા (Board Exam)ના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22-12-2024 હતી તેને બે દિવસ માટે લંબાવવામાં આવી છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-2025ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22-12-2024 છે તેને એક દિવસ લંબાવી 23-12-2024 કરવામાં આવી છે.

Advertisement

Advertisement

GSEB એ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB એ ધોરણ 12 બોર્ડની પરીક્ષા (Board Exam)નું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. આ પરીક્ષા 3 માર્ચ 2025ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEBએ ધોરણ 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. બોર્ડે તેની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક પણ બહાર પાડ્યું છે. પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે, જે 17 માર્ચે સમાપ્ત થશે. જો કે બોર્ડ દ્વારા અગાઉ નક્કી કરાયેલી તારીખ મુજબ પરીક્ષા 13 માર્ચે સમાપ્ત થઈ જતી હતી, પરંતુ હવે તેને લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે ઉજવાતી હોળીને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચો: Bhavnagar: જગતના તાતને પણ ડુંગળીએ રડાવ્યા, જાણો શું છે કારણ

વિદ્યાર્થીઓ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખ જાણી શકે છે

ધોરણ 12 વિજ્ઞાન, કલા અને વાણિજ્ય પ્રવાહ માટે ગુજરાત બોર્ડનું સુધારેલું ટાઈમ ટેબલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર ઉપલબ્ધ છે. ઉમેદવારો આ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખ જાણી શકે છે. ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે બોર્ડની પરીક્ષા(Board Exam) 27 ફેબ્રુઆરીએ અર્થશાસ્ત્ર સાથે શરૂ થશે અને 17 માર્ચે સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત વિષયો સાથે સમાપ્ત થશે. ધોરણ 12 વ્યાવસાયિક અને કલા અને વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ બે પાળીમાં લેવામાં આવશે. સવારની પાળીમાં પરીક્ષા સવારે 10:30થી 1:45 સુધી અને બીજી પાળીમાં પરીક્ષા બપોરે 3થી 6:15 દરમિયાન લેવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ બપોરે 3થી 6:30 દરમિયાન બીજી શિફ્ટમાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Junagadhમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે BJPના ધારાસભ્યે બાંયો ચડાવી

Tags :
Advertisement

.

×