Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ, ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

Gujarat: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, હજી પણ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સુકું રહેશે તેવી વિગતો આપવામાં આવી છે.
gujarat  રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ  ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી
Advertisement
  1. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સુકું રહેશે
  2. જો ઠંડી નહીં પડે તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ
  3. બે દિવસ પછી રાજ્યના તાપમાનમાં થોડો ઘટાડો થશે તેવું અનુમાન

Gujarat: ગુજરાતમાં હજી પણ શિયાળાની ઠંડી ઓછી હોય તેવું લાગી રહ્યું છે. મોટા ભાગે ઓક્ટેબરની છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે શિયાળો મોડો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, હજી પણ આગામી સાત દિવસ સુધી ગુજરાત (Gujarat)માં વાતાવરણ સુકું રહેશે તેવી વિગતો આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે બે દિવસ સુધી રાજ્ય (Gujarat)માં વાતાવરણ યથાવત રહેવાનું છે. જો કે, આ સમાચાર ખેડૂતો માટે માઠા સાબિત થઈ શકે તે છે. કારણે કે, જો ઠંડી નહીં પડે તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ શકે છે.

આ પણ વાંચો: Gujaratમાં શિયાળાની શરુઆત, મોટાભાગના શહેરોમાં પારો 20 ડિગ્રીની નીચે

Advertisement

બે દિવસ પછી રાજ્યના તાપમાનમાં થોડો ઘટાડો થશે તેવું અનુમાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગાહી પ્રમાણે બે દિવસ પછી રાજ્ય (Gujarat)ના તાપમાનમાં થોડો ઘટાડો થશે તેવું અનુમાન છે. જો કે, અત્યારે આગામી 24 કલાક ઠંડીનો ચમકારો અનુભવાશે પરંતુ ત્યાર બાદ ફરી તાપમાન વધી જવાનું છે. જેથી ફરી ગરમી લાગશે અને ઠંડી ઓછી થશે. આગાહી પ્રમાણે 20 થી 23 તારીખ સુધીમાં રાજ્યમાં થોડી ઠંડી અનુવાશે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાત (North Gujarat)માં ઠંડીનો વધારે અહેસાસ થશે તેવું અનુમાન છે.

Advertisement

આ પણ વાંચો: Kutch : ફરી એકવાર ધરા ધ્રુજી, આ વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો તીવ્રતા

6 થી 7 ડિસેમ્બર દરમિયાન ઠંડો પવન ફૂંકાશેઃ હવામાન વિભાગ

શિયાળાની ઠંડી વિશે વધારે વાત કરવામાં આવે તો, ડિસેમ્બર મહિનાથી ઠંડીનો અનુભવ સતત થવાનો છે. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 થી 7 ડિસેમ્બર દરમિયાન ઠંડો પવન ફૂંકાશે તેના કારણે ઠંડી વધી શકે છે. આ સાથે સાથે 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. જેના કારણે આપણે ત્યાં ઠંડી વધી શકે છે. અત્યારે જો જે પ્રમાણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તેને જોતા એવું લાગું છે કે, શિયાળાની શરૂઆત થઈ જ નથી. કારણે કે, બપોરે ગરમીનો અહેસાસ થયા છે તો, મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડોનો અનુભવ થાય છે. એટલે એવું લાગે છે કે, બે ઋતુ એક સાથે ચાલી રહીં છે.

આ પણ વાંચો: Jetpur: સાંકળી ગામના પાટિયા પાસે બે બાઈક અને એક કારનો ત્રીપલ અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×