Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat University: 16 કરોડના કૌભાંડી પ્રોફેસર કમલજીત લખતરિયાને કરાયા ટર્મિનેટ, વાંચો આ અહેવાલ

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પ્રોફેસર કમલજીત લખતરિયા ઉપર 16 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો
gujarat university  16 કરોડના કૌભાંડી પ્રોફેસર કમલજીત લખતરિયાને કરાયા ટર્મિનેટ  વાંચો આ અહેવાલ
Advertisement
  1. 16 કરોડના કૌભાંડી પ્રોફેસર કમલજીત લખતરિયાને ટર્મિનેટ કરાયા
  2. અગાઉ યુનિ.ની સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સબમિટ થયા બાદ કાર્યવાહી
  3. રિપોર્ટમાં પ્રોફેસર કમલજીત લખતરિયા આરોપી સાબિત થયા હતા
  4. MOUની રકમની 16 કરોડની ઉચાપત મામલે થઈ હતી તપાસ

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પ્રોફેસર કમલજીત લખતરિયા ઉપર 16 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન પ્રોફેસર કમલજીત લખતરિયા MOUની 16 કરોડ રકમની ઉચાપત મામલે તપાસ થઈ હતી. યુનિવર્સિટીના સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સબમિટ થયા બાદ આ બાબત જાહેર થઈ હતી. પ્રોફેસરે પોતાના સગાઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. આ રકમનો વપરાશ અસામાન્ય રીતે થયો અને પ્રોફેસરએ નોલેજ પાર્ટનરને પણ વધારાના પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના 25 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગૃહ વિભાગે આપ્યાં આદેશ

Advertisement

કૌભાંડના મુદ્દે યુનિવર્સિટીએ સંલગ્ન પ્રોફેસરને ટર્મિનેટ કરી દીધા

જ્યુડિશિયલ કમિટીના નીરક્ષણ હેઠળ આર્થિક વ્યવહારોને આધારે પ્રોફેસર કમલજીત લખતરિયા આ મામલામાં દોષી સાબિત થયા છે. આ કૌભાંડના મુદ્દે યુનિવર્સિટીએ સંલગ્ન પ્રોફેસરને ટર્મિનેટ કરી દીધા છે. નોંધનીય છે કે, પ્રોફેસરની ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી તેમને ટર્મિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યાં છે. આ કેસ એ સ્પષ્ટ રીતે આકરો સંકેત આપતો છે કે ભ્રષ્ટાચાર અને અસ્વીકાર્ય વ્યવહાર પર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: ભાવનગરમાં નગ્ન અવસ્થામાં મહિલા તબીબ: લોકો જોઇને ચોંકી ઉઠ્યા તાબડતોબ પોલીસ બોલાવી

જ્યુડિશિયલ કમિટીની તપાસમાં આર્થિક વ્યવહાર થયાનું સાબિત થયું

નોંધનીય છે કે, MOUની રકમની 16 કરોડની ઉચાપત મામલે તપાસ થઈ હતી. પ્રોફેસરે પોતાની પત્ની અને સગાઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. નોલેજ પાર્ટનરને પણ વધારાના રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યુડિશિયલ કમિટીની તપાસમાં આર્થિક વ્યવહાર થયાનું સાબિત થયું હતું. જેથી અત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયાને ટર્મિનેટ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Ahmedabad: નશાકારક દવાના કારણે 18 વર્ષીય યુવકનું મોત, મિત્રે આપ્યું હતું નશાનું ઇન્જેક્શન

Tags :
Advertisement

.

×