હાહાકાર! hMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં પહેલો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
- ગુજરાત માટે ભયાનક અને આઘાતજનક સમાચાર
- અમદાવાદમાં hMPV નો પ્રથમ કેસ નોઁધાયો છે
- કર્ણાટક બાદ ગુજરાતમાં પણ નોંધાયો પ્રથમ કેસ
અમદાવાદ : hMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. hMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ બાળકી મોડાસા નજીકના કોઇ ગામની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેની સારવાર ચાંદખેડાની કોઇ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ અંગે સરકારી અધિકારીઓ કે મંત્રી કાંઇ પણ બોલવા તૈયાર નથી. જ્યારે આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલને આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે આ વાયરસ તો 2001 થી એક્ટિવ હોવાનું કહીને વાત ઉડાવી દીધી હતી.
હાલ જે વાયરસ અંગે સમગ્ર વિશ્વ ચિંતિત છે તેને ગુજરાત સરકારના મંત્રી ખુબ જ હળવાશથી લઇ રહ્યા છે. આ વાયરસ 2001 થી એક્ટિવ હોવાની વાતો વાગોળી રહ્યા છે. ઉપરાંત આના ટેસ્ટિંગ માટે બુથ ઉભા કરીશું તેવું કહી રહ્યા છે. જેથી ગુજરાતમાં હજી પણ આ વાયરસ અંગે કોઇ પણ તૈયારી નહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. કોરોના સમયની જેમ ફરી એકવાર ગુજરાતનું તંત્ર ઉંઘતુ ઝડપાય તો નવાઇ નહી તેવી સ્થિતિ સર્જાઇ છે.


