Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat-હોમગાર્ડઝ,નાગરિક સંરક્ષણ દળનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ-૨૦૨૪

Gujarat-ગાંધીનગર ખાતે “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ - રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪”નો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ;" ગુજરાત સરકાર માટે હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે સૌથી નજીકથી...
gujarat હોમગાર્ડઝ નાગરિક સંરક્ષણ દળનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ૨૦૨૪
Advertisement
  • Gujarat-ગાંધીનગર ખાતે “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ - રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪”નો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો
  • ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ;" ગુજરાત સરકાર માટે હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે સૌથી નજીકથી કામ કરતી મહત્વપૂર્ણ ફોર્સ છે."શાંત અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે હોમગાર્ડઝ ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે સરકારને વિશેષ સહાય કરી શકે છે.
  • હોમગાર્ડઝ-નાગરિક સંરક્ષણ દળના ખેલાડીઓને પ્રોફેશનલ તાલીમ આપવા જિલ્લા અને રાજ્ય સ્તરે સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવાશે
  • આગામી સમયમાં ગુજરાતના જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બનીને ગુજરાતને ગૌરવ અપાવશે
  • જિલ્લા અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પસંદગી પામેલા ૨૬૦ ખેલાડીઓ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે
    *******

Gujarat-ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા સંકુલ ખાતે આયોજિત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને પણ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.

ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે ગુજરાત હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના સુપર ફીટ જવાનોને જોઇને ચોક્કસપણે કહી શકાય કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હોમગાર્ડઝનું ચિત્ર બદલાયું છે. ગુજરાતની દરેક સમસ્યા અને ઘટનામાં ફર્સ્ટ રીસ્પોન્સર તરીકે હોમગાર્ડ ઘટના સ્થળ પર પહોંચે છે, એટલા માટે જ તેનું મહત્વ સૌથી વધુ છે.

Advertisement

મંત્રી શ્રી સંઘવીએ હોમગાર્ડઝ જવાનોને ગુજરાતના સિતારાઓ ગણાવતા કહ્યું હતું કે, સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી હોમગાર્ડઝ હરહંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે. નાગરીકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી હોમગાર્ડઝ સરકાર અને પોલીસ માટે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે વિશેષ સહાય કરી શકે છે. તમારી આસપાસ થતા ખોટા કામો તથા સમાજની અવ્યવસ્થાઓ અંગેની જાણકારી સીધી જિલ્લાના પોલીસ અધિક્ષક સુધી પહોંચાડીને એક શાંત અને સુરક્ષિત રાજ્યના નિર્માણમાં સહભાગી બનવા સૌ જવાનોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

Advertisement

રાજ્યના નાગરીકો વતી હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે- નાગરિકોની સુરક્ષા માટે જવાનો સ્વસ્થ રહેવા ખૂબ જ જરૂરી છે. જવાનોની શારીરિક સ્ફૂર્તિ, ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે રમત-ગમત મહત્વનો ભાગ ભજવતી હોવાથી, આ જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ જવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તો કેટલાક પ્રતિભાવાન જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

આગામી સમયમાં ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે રાજ્ય સરકાર આયોજન કરશે. રમત-ગમતમાં રસ ધરાવતા પ્રતિભાવાન જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રોફેશનલ અને કાયમી તાલીમ આપવા માટે આગામી સમયમાં સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજિત સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પસંદગી પામેલા આશરે ૨૬૦ ખેલાડીઓ આજે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ખેલાડીઓ ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મહિલા અને નાગરિક સંરક્ષણ ઝોન એમ કુલ ૬ ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ અને ખો-ખો રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રમતોત્સવના ઉદઘાટન સમારોહ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના પ્રતિભાવાન જવાનોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે, નાના ભૂલકાઓ દ્વારા યોગ કલાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહના પ્રારંભે ગુજરાત હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ખેલાડીઓને ખેલદિલીથી સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી, જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ, ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રકટરશ્રીઓ, ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-Ahmedabad Fake Dollar: રાજ્યમાં નકલીની ભરમાર! આ લોકો છાપી રહ્યા હતા ઓસ્ટ્રેલિયન કરન્સી

Advertisement

.

×