ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: રાજયના વીજ વપરાશ ધારકો માટે મહત્વના સમાચાર, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો

1.75 કરોડ વીજ ગ્રાહકોને રૂ.1120 કરોડનો લાભ થશે જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ફ્યુઅલ સરચાર્જ અંગે નિર્ણય લેવામાં આવ્યો
01:04 PM Dec 24, 2024 IST | Vipul Sen
1.75 કરોડ વીજ ગ્રાહકોને રૂ.1120 કરોડનો લાભ થશે જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ફ્યુઅલ સરચાર્જ અંગે નિર્ણય લેવામાં આવ્યો

Gujarat: 'સુશાસન દિવસ' નિમિત્તે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. તેમાં 1.75 કરોડ વીજ (Electricity) ગ્રાહકોને રૂ.1120 કરોડનો લાભ થશે જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ફ્યુઅલ સરચાર્જ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું છે કે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે, ગ્રાહકો પાસેથી રૂ.2.85 પ્રતિ યુનિટ ચાર્જ વસૂલાતો હતો તેમાં ફ્યુઅલ સરચાર્જ ઘટાડીને રૂ.2.45 પ્રતિ યુનિટ કરાયો છે. તેમાં 100 યુનિટ વપરાશના કિસ્સામાં રૂ.50ની બચત થશે.

 

ખેડૂતોને દિવસે વીજળી આપવા અંગેની જાહેરાત કરાઇ

ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા ફ્યુઅલ ચાર્જ, ખેડૂતોને દિવસે વીજળી (Electricity) આપવા અંગેની જાહેરાત કરતા જણાવાયું છે કે ફ્યુલ ચાર્જ ઘટાડવામાં આવ્યો છે જેમાં ફ્યુલ ચાર્જ ઘટવાના કારણે વીજ બિલમાં ફાયદો થશે.તેમજ ખેડૂતોને દિવાસે વીજળી આપવાના મામલે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત બાકી રહેલા ગામોમા દિવસે વીજળી અપાશે તેમજ બાકી રહેલા 632 ગામોમા પણ દિવસે વીજળી આપવામા આવશે. જેમાં સુશાસન દિવસ' નિમિત્તે સરકારે વીજ (Electricity) ગ્રાહક હિતલક્ષી નિર્ણય લીધો છે. ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે. 'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: દલિત સમાજ માંગ પર તટસ્થ, વિરોધ સાથે કરાવ્યું બંધ ખોખરા

ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો

ઊર્જા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ (Electricity) બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ (Electricity) વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.

રૂ.2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવે છે

વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર-2024 થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ.2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે.રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ (Electricity) ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા.1.10.2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

આ પણ વાંચો: Gujarat: શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ, હીરા મંદી, કૌભાંડ સહિતના મુદ્દે ભાજપને ઘેરી

 

Tags :
Cabinet Minister Gujarat NewsElectricityFuel surchargeGujaratGujarat FirstGUJARAT STATEGujarati NewsGujarati Top Newskanu-DesaiTop Gujarati News
Next Article