ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર, 9 પરીક્ષાની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર

GPSC EXam Date: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા 9 મુખ્ય પરીક્ષાઓની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે.
05:13 PM Dec 09, 2024 IST | VIMAL PRAJAPATI
GPSC EXam Date: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા 9 મુખ્ય પરીક્ષાઓની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે.
GPSC Exam Dates announced
  1. GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર
  2. GPSCની 9 પરીક્ષાની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર
  3. ફેબ્રુઆરીથી લઈ એપ્રિલ સુધી યોજાશે અલગ અલગ પરીક્ષા
  4. સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23મી ફેબ્રુઆરી

GPSC EXam Date: GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા 9 મુખ્ય પરીક્ષાઓની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ ફેબ્રુઆરીથી એપ્રિલ 2024 સુધી યોજાવાની છે. નોંધનીય છે કે, પ્રાથમિક કસોટી માટેની 23 ફેબ્રુઆરી 2024એ યોજાશે છે. જેમાં સામાન્ય અભ્યાસનો ટેસ્ટ લેવામાં આવશે.

પ્રાથમિક કસોટીની તારીખો અંગે વિગતવાર જાહેરાત

અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ-1 GMCની પરીક્ષા
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 GMCની પરીક્ષા
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2ની પરીક્ષા
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2ની પણ પરીક્ષા
મદદનીશ નિયંત્રક, ગ્રાહક સુરક્ષા અધિકારીની પરીક્ષા
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 GMCની પરીક્ષા
અધિક મદદનીશ ઈજનેર ( સિવિલ), વર્ગ-3 GMCની પરીક્ષા
અધિક મદદનીશ ઈજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMCની પરીક્ષા

પ્રાથમિક કસોટીઓ માટે અલગ-અલગ તારીખો જાહેર કરાઈ

અત્યારે લોખાનો સંખ્યામાં લોકો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, GPSC એ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. એટલું જ નહીં પરંતુ, વિવિધ વિષયોની પ્રાથમિક કસોટીઓ માટે અલગ-અલગ તારીખો જાહેર કરવામાં આવી છે. વિશેષ રીતે, GPSC વર્ગ-1 અને વર્ગ-2ના વિદ્યાર્થીઓ માટે આ કસોટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ તેમના વિષય અને પરિક્ષાની તારીખને ધ્યાનમાં રાખી યોગ્ય તૈયારી શરૂ કરી છે. પરીક્ષાની તૈયારીને હવે ઉમેદવારોએ આખરી ઓપ આપવાની જરૂર છે અને સમયસર અભ્યાસ અને રિવિઝન પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો: Mehsana : નસબંધી ટાર્ગેટ મુદ્દે આરોગ્ય અધિકારીનાં નિવેદનનો ફૂગ્ગો ફૂટ્યો! DDO એ કહી આ વાત

આ ઉમેદાવારોની અરજીઓને રદ્દ કરવામાં આવી, જાણો કારણ?

GPSC દ્વારા કેટલીક અરજીઓને રદ પણ કરવામાં આવી છે. આયોગ દ્વારા પ્રસિદ્ધ જાહેરાત ક્રમાંક 71/2023-24, ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઑફિસર (રસાયણ જૂથ), વર્ગ-02 અન્વયે તારીખ 10-09-2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી સંદર્ભે અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat : ડીંડોલીમાં BJP નેતાને ભપકો ભારે પડ્યો! પોલીસે કરી ધરપકડ, જાણો DCP એ શું કહ્યું ?

સત્તાવાર વેબસાઈટ પર આ પરીક્ષા અને તારીખો જાહેર કરાઈ

નોંધનીય છે કે, અત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેમના માટે અત્યારે ખુશીના સમાચાર છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે 9 પરીક્ષાઓ માટે તારીખો જાહેર કરવામાં આવી છે. GPSC દ્વારા પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ પરીક્ષા અને તારીખોની વિગતવાર જાણકારી પણ જાહેર કરી દીધી છે, જેથી ઉમેદવારોને જાણકારી મેળવવામાં સરળતા રહીં શકે.

આ પણ વાંચો: Surat : રૂંવાડા ઊભા કરે એવી ઘટના CCTV માં કેદ! અઢી વર્ષની બાળકીને કારચાલકે કચડી

Tags :
GPSC candidatesGPSC candidates NewsGPSC ExamGPSC Exam DateGPSC Exam Date AnnounceGPSC Exam Date AnnouncedGPSC Exam Dates announcedGPSC NewsGujarat Public Service CommissionGujarat Public Service Commission ExamGujarati Top NewsImportant news GPSCImportant news GPSC CandidateLatest GPSC NewsTop Gujarati NewsTop News Gujarati
Next Article