ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

POCSO કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદા, એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા

સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે.
08:22 PM Feb 27, 2025 IST | Vipul Sen
સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે.
Case_gujarat_first
  1. એક જ દિવસે અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની 7 પીડિતાને મળ્યો ન્યાય (POCSO કેસ)
  2. પોક્સો કેસમાં 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદામાં કડક કેદની સજા કરી
  3. દુષ્કર્મનાં ગુનેગારો સામે કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  4. પોલીસ ટીમનાં તમામ અધિકારીઓ-કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મનાં (POCSO) બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સૂચના છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આ પ્રકારનાં ગુનાઓમાં પીડિતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે.

એક જ દિવસમાં પોસ્કો હેઠળનાં 7 કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદા

ત્યારે ગુજરાત પોલીસ (Gujarat Police) પણ તે જ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે, તેનું પરિણામ આરોપીઓને મળી રહેલી કડક સજાનાં ચુકાદાઓમાં જોઇ શકાય છે. એક જ દિવસે 25 મી ફેબ્રુઆરી 2025 નાં રોજ પોક્સો કેસમાં (POCSO) અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે 7 મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે, જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે.

આ પણ  વાંચો - Navsari : ધોળા દિવસે ઘરમાં ઘૂસ્યા લુટારૂ, મહિલાનાં ગળે હથિયાર મૂકીને..! CCTV આવ્યા સામે

પોસ્કો હેઠળ અલગ અલગ કેસમાં 7 આરોપીને આજીવન કેદની સજા

અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોનાં જુદા-જુદા ગંભીર કેસોમાં કરવામાં આવેલી બારીક તપાસ, એકત્ર કરેલા ટેકનિકલ સહિતનાં પુરાવા, સરકારી વકીલની અસરકારક દલીલો અને FSL રિપોર્ટનાં આધારે 7 જુદા-જુદા પોક્સોનાં (POCSO) બનાવોમાં સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જેમાં અમરેલીનાં (Amreli) બે કેસોમાં આરોપી પકડ્યાનાં માત્ર 17 દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટ શહેરમાં (Rajkot) રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવનાં દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી.

આ પણ  વાંચો - મોબાઈલ નંબર Blacklist માં નાંખ્યો તો પૂર્વ મંગેતરે યુવકને ચપ્પાના ઉપરાછાપરી ઘા માર્યા

947 ચુકાદાઓમાં કડક કેદની સજા, 574 આજીવન કેદ અને 11 ને ફાંસી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાના આ સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું છે કે, પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે. નોંધનીય બાબત છે કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તે પૈકી 574 આજીવન કેદ અને 11 ને ફાંસીની સજા કરી છે.

આ પણ  વાંચો - Banaskantha : અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 નાં ઘટના સ્થળે જ મોત

Tags :
AmreliCM Bhupendra PatelGUJARAT FIRST NEWSGujarat Policehm harsh sanghviPOCSO caseRAJKOTRajkot City and rural PoliceTop Gujarati NewsVadodara
Next Article