Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AI ના જમાનામાં.. નર્મદાના આવા હાલ ? લોકો આજે પણ રસ્તાઓથી વંચિત

Narmada : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલું ઝરવાણી ગામ, જે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘Statue of Unity’ની નજીક આવેલું છે, આજે વહીવટી ઉપેક્ષા અને ઈચ્છાશક્તિના અભાવનો શિકાર બન્યું છે. આ ગામ, જે આદિવાસી વસ્તી (tribal population) ધરાવે છે, તેની દયનીય સ્થિતિ એ દર્શાવે છે કે જ્યાં એકતાના પ્રતીક સરદાર પટેલ (Sardar Patel) ની પ્રતિમા ઊભી છે અને નર્મદાનું પાણી કચ્છના રણ (Rann of Kutch) સુધી પહોંચ્યું છે, ત્યાં ગ્રામજનોની મૂળભૂત સુવિધાઓની માંગ હજુ અધૂરી રહી છે.
ai ના જમાનામાં   નર્મદાના આવા હાલ   લોકો આજે પણ રસ્તાઓથી વંચિત
Advertisement
  • નર્મદામાં ગરુડેશ્વરના ગામોના લોકો રસ્તાઓથી વંચિત
  • ગરુડેશ્વરના ઝરવાણી ગામે પ્રસૂતાને લઈ જવી પડી ઝોળીમાં
  • 108 ગામ સુધી આવી ન શકતા ઝોળીમાં પાર કરાવી ખાડીમાં
  • ગ્રામજનોએ મહિલાને ઝોળીમાં ઉંચકી ખાડી પાર કરાવી

Narmada : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલું ઝરવાણી ગામ, જે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘Statue of Unity’ની નજીક આવેલું છે, આજે વહીવટી ઉપેક્ષા અને ઈચ્છાશક્તિના અભાવનો શિકાર બન્યું છે. આ ગામ, જે આદિવાસી વસ્તી (tribal population) ધરાવે છે, તેની દયનીય સ્થિતિ એ દર્શાવે છે કે જ્યાં એકતાના પ્રતીક સરદાર પટેલ (Sardar Patel) ની પ્રતિમા ઊભી છે અને નર્મદાનું પાણી કચ્છના રણ (Rann of Kutch) સુધી પહોંચ્યું છે, ત્યાં ગ્રામજનોની મૂળભૂત સુવિધાઓની માંગ હજુ અધૂરી રહી છે. ખરાબ રસ્તાઓ અને પુલની અછતને કારણે ગામના લોકો જીવના જોખમે ખાડી પાર કરવા માટે બંધ થયેલા વીજથાંભલાનો આધાર લઈ રહ્યા છે, જે એક કરુણ ચિત્ર રજૂ કરે છે.

ઝરવાણી ગામની દુર્દશા

ઝરવાણી ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં પાકા રસ્તાઓ અને પુલની વ્યવસ્થા નથી. આના કારણે ગ્રામજનોને ખાડી ઓળંગવા માટે જીવના જોખમે જૂના અને બંધ થયેલા વીજથાંભલાનો ઉપયોગ કરવો પડે છે. આ ગામની આદિવાસી વસ્તી આવી મુશ્કેલીઓનો રોજબરોજ સામનો કરે છે. આવી પરિસ્થિતિમાં ગામના લોકોએ કામચલાઉ જુગાડ અપનાવીને જીવન જોખમમાં મૂકીને નદી પાર કરવી પડે છે, જે વહીવટી નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.

Advertisement

આરોગ્ય સેવાઓની ખોટ

ઝરવાણી ગામની વહીવટી ઉપેક્ષાનું એક દર્દનાક ઉદાહરણ તાજેતરની ઘટનામાં જોવા મળ્યું, જ્યાં એક મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં તેને ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ સેવાને બોલાવી હતી, પરંતુ પાકા રસ્તા અને પુલની અછતને કારણે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી. આ ઘટનાએ આરોગ્ય સેવાઓની ખોટ અને વહીવટી લાચારીને ઉજાગર કરી. આવી પરિસ્થિતિમાં 108ના કર્મચારીઓ પણ લાચાર બની ગયા, જે ગામની મૂળભૂત સુવિધાઓના અભાવનું દુઃખદ પરિણામ દર્શાવે છે.

Advertisement

વહીવટી નિષ્ફળતા પર સવાલ

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાઓ ઝરવાણી ગામની વહીવટી ઉપેક્ષા અને રાજ્યના તંત્રની ઈચ્છાશક્તિના અભાવને ઉજાગર કરે છે. જ્યારે નેતાઓ કે અભિનેતાઓની મુલાકાત માટે રાતોરાત રસ્તાઓ ચકચકિત થઈ જાય છે, ત્યારે ઝરવાણી જેવા આદિવાસી ગામોની મૂળભૂત સમસ્યાઓ હલ કરવામાં વહીવટી તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ દેખાય છે. જો જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ આ ગામની એક વખત મુલાકાત લે અને રસ્તા-પુલ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે, તો ગ્રામજનોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પણ શું તેવું બનશે ખરા? આ એક મોટો સવાલ છે જે હાલમાં આ ગામવાસીઓના મન-મસ્તિષ્કમાં હશે.

આ પણ વાંચો :  Rain in Gujarat : હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યુ, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×