Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : વેપારીએ બાકીના પૈસાની ઉઘરાણી કરતા ફાયરિંગ

ગોંડલમાં ગુરુવારે પરોઠીયે બંધ પાનની દુકાનનાં બોર્ડ ઉપર કોઈએ ફાયરીંગ કરતા ત્યાં મોટું કાણું પડી ગયું હતું જે અંગેના ફોટોસ સોસીયલ મીડીયામાં વાયરલ થતા સીટી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં કોલેજ ચોક ખાતે આવેલ...
gondal   વેપારીએ બાકીના પૈસાની ઉઘરાણી કરતા ફાયરિંગ
Advertisement

ગોંડલમાં ગુરુવારે પરોઠીયે બંધ પાનની દુકાનનાં બોર્ડ ઉપર કોઈએ ફાયરીંગ કરતા ત્યાં મોટું કાણું પડી ગયું હતું જે અંગેના ફોટોસ સોસીયલ મીડીયામાં વાયરલ થતા સીટી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં કોલેજ ચોક ખાતે આવેલ મધુરમ પાનની દુકાનનાં બોર્ડ ઉપર કોઈએ બંદુકમાંથી ભડાકો કરતા બોર્ડમાં મોટું કાણું પડી જવા પામ્યું હતું અને તે અંગેનાં સોસીયલ મીડીયામાં ફોટોસ વાયરલ થતા સીટી PI મહેષ સંગાડા સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દુકાનદાર લખધીરસિંહ ચુડાસમાને બોલાવી પુછપરછ કરતા તેઓ દ્વારા મૂળ લુણીવાવના અને હાલ મહાદેવ વાડીમાં રહેતા જનકસિંહ જાડેજાનું નામ આપવામાં આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

બનાવ અંગે સીટી પીઆઇ સંગાડાએ જણાવ્યું હતું કે જનકસિંહ અને લખધીરસિંહ મીત્રોજ છે અને જનકસિંહનું રૂ.૮00 બિલ બાકી થતા ગલ્લાએ બેસતા કર્મચારી દ્વારા ઉઘરાણી કરવામાં આવતા જનકસિંહે પિતો ગુમાવ્યો હતો અને રાત્રીનાજ બબાલ થવા પામી હતી અને બાદમાં ટોળું વિખેરાયું હતું. વહેલી સવારે ફાયરીંગની ઘટના બની હોય પોલીસ દ્વારા ખુદ ફરિયાદી બની તપાસ હાથ ધરવામાં આવી છે અને આસપાસ તેમજ આ રોડ ઉપરનાં સીસીટીવી ફુટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જનકસિંહને ઝડપવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે રાત્રીનાં ઝઘડા દરમ્યાન જનકસિંહને પણ માર મારવામાં આવ્યો હોવો જોઈએ જો આ અંગે માહિતી મળશે તો તે દિશામાં પણ ગુન્હો નોંધી કસુરવાન લોકોને છોડવામાં આવશે નહી.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : સાંસદ મનસુખ વસાવાએ ફરી બાયો ચડાવી, મનરેગામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના કર્યા આક્ષેપો

Tags :
Advertisement

.

×