Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોટાઉદેપુરમાં ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન ભવનનું ઉદ્ઘાટન, આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

મેગા ક્રેડીટ કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લાના 223 લાભાર્થીઓને કુલ 10 કરોડ 63 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુરમાં ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન ભવનનું ઉદ્ઘાટન  આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
Advertisement
  • BOBના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન ભવનનું ઉદ્ઘાટન થયુ
  • જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું
  • નવનિર્મિત ભવનના પટાંગણામાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં બેંક ઓફ બરોડાના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન ભવનનું જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવનિર્મિત ભવનના પટાંગણામાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાને લગતી તમામ તાલીમની માહિતી આપવામાં આવી

આ કાર્યક્રમમાં આરએસઈટીઆઈના નિયામક રાહુલ જોષી દ્વારા સંસ્થાને લગતી તમામ તાલીમની માહિતી, મેગા ક્રેડિટ કેમ્પની માહિતી અને બેન્કને લગતી માહિતી આપવામાં આવી હતી. વર્તમાન પરીસ્થિતિને ધ્યાને રાખીને નાંણાકીય સાક્ષરતા સેન્ટર છોટાઉદેપુર દ્વારા નાંણાકીય સાક્ષરતા, સખી મંડળ, કેશ લેશ ટ્રાંજેક્સન કરતી વખતે સાવચેતીના પગલાં અને સોસિયલ સિક્યુરિટી સ્કીમ અંતર્ગત વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.

Advertisement

બેન્કના ગ્રાહકોને ચેક વિતરણ કરવામાં આવ્યા

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મેગા ક્રેડીટ કેમ્પમાં ખેડૂત મિત્રો, સખી મંડળના બહેનો અને બેન્કના ગ્રાહકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં 223 લાભાર્થીને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ચેક વિતરણમાં કેસીસી 367 લાખ, એસ.એચ.જી 397 લાખ, એગ્રી કાર લોન 30 લાખ, ટ્રેકટર લોન 15 લાખ, પીએમસુર્યઘર 80 લાખ, મુદ્રા લોન 100 લાખ, વાજપેયી બેંકેબલ યોજના 20 લાખ, કેસીસી એનીમલ હસબન્ડરી 54 લાખ આમ કુલ 10.63(દસ કરોડ ત્રેસઠ લાખના) ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી.

Advertisement

કાર્યક્રમમાં ઈ.જિ.વિકાસ અધિકારી સચીનકુમાર, BOBના જનરલ મેનેજર અનુજ ભાર્ગવ, રીજનલ મેનેજર બરોડા ડિસ્ટ્રિક્ટ રિજિયનના અરબીન્દ કુમાર સિન્હા સહિત અન્ય અધિકારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  Dahod: પોલીસે ડ્રોનની મદદથી આરોપીને ઝડપી પાડી ચાર મંદિર અને એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

Tags :
Advertisement

.

×