Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : લ્યો બોલો... આ દારૂડિયાએ તો ભારે કરી! સિનેમાઘરનો પડદો જ ફાડી નાંખ્યો!

દારૂડિયાએ ચાલુ ફિલ્મમાં પડદો ફાડી નાંખતા લોકોએ રીફંડની માગ કરી હતી.
bharuch   લ્યો બોલો    આ દારૂડિયાએ તો ભારે કરી  સિનેમાઘરનો પડદો જ ફાડી નાંખ્યો
Advertisement
  1. Bharuch માં સિનેમાઘરમાં દારૂડિયાઓનો વધતો ત્રાસ
  2. બ્લુ ચીપ આર.કે સિનેમાઘરમાં દારૂડિયાએ પડદો ચીરી નાખ્યો
  3. દારૂડિયાએ હુમલો કરતા દંપતીને ઈજા થતા નોંધાઈ ફરિયાદ
  4. સિનેમાઘરનાં સંચાલકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ભરૂચમાં (Bharuch) સેવાશ્રમ રોડ પર આવેલ બ્લુચિપ આર.કે સિનેમા ઘરમાં ફિલ્મ નિહાળતી વેળાએ એક દારૂડિયો બેફામ બન્યો હોય તેમ ચાલુ ફિલ્મનો પડદો ફાડી નાખતા ફિલ્મ નહીં જોવાતા અને પૈસા રીફંડ માટે દર્શકો મેદાનમાં ઉતારતા દારૂડિયાએ એક દંપતી પર હુમલો કરતા મહિલાને ઈજા થઈ હતી. આ મામલે પોલીસને જાણ કરાતા દારૂડિયાની ધરપકડ કરી 3 અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.

બ્લુ ચીપ આર.કે સિનેમાઘરમાં દારૂડિયાએ પડદો ચીરી નાખ્યો

ભરૂચમાં (Bharuch) આવેલા સિનેમાઘરમાં દારૂડિયાઓ હંગામો મચાવતા હોય તેવી ગણતરીનાં દિવસમાં બીજી ઘટના સામે આવી છે. ગતરોજ મોડી રાત્રીએ ભરૂચનાં સેવાશ્રમ રોડ પર આવેલ બ્લુચિપ આર.કે સિનેમાઘરમાં છાવા નામની મુવીનો 9:15 મિનિટનો શો ચાલી રહ્યો હતો. દરમિયાન, સિનેમાઘરમાં રહેલા એક દારૂડિયાએ દોડી જઇ સિનેમાનો પડદો ફાડી નાખતા મૂવી જોવા આવેલા લોકોને ફિલ્મ જોવા મળી નહોતી. આથી, દર્શકોએ સિનેમાઘરમાં ટિકિટનાં રૂપિયા રીફંડ માગ્યા હતા, જેમાં વનિતા પાટણવાડિયા નામની મહિલા પોતાનાં પતિ સાથે ફિલ્મ જોવા આવી હતી અને તેણે પણ રૂપિયા રિફંડ કરવાની માંગણી કરતા સિનેમા ઘરનો પડદો ફાડનાર દારૂડિયા જયેશ મોહન વસાવાએ પટ્ટો કાઢી ફરિયાદી મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાને જમણા આંખ તરફ પટ્ટાનાં ઘા ઝીંકતા ઈજા થઈ હતી. આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat Hospital Scam : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ધર્મિષ્ઠા ગજ્જરની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

Advertisement

પોલીસે દારૂડિયાની ધરપકડ કરી ગુનો નોંધ્યો

સિનેમાઘરમાં દારૂડિયાએ ભારે ધમાલ મચાવી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સિનેમાઘરમાં દોડી આવી હતી અને દારૂડિયા જયેશ મોહન વસાવાને પોલીસ મથકે લાવી તપાસ કરતા દારૂનાં નશામાં ચકચૂર હોય, જેથી પોલીસે પ્રથમ દારૂડિયાનો પ્રોહિબિશનનો કેસ કરી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ કરાવવાની કામગીરી કરી હતી. સિનેમાઘરમાં લાખો રૂપિયાના પડદાને દારૂડિયા જયેશ મોહન વસાવાએ ફાડીને નુકસાન કરતા સિનેમાઘરને પણ મોટું નુકસાન થયું હોવાનાં કારણે સિનેમાઘરનાં સંચાલકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ( Bharuch A Division Police) જયેશ વસાવા સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો - Dwarka : રાજકોટ બાદ હવે ખંભાળિયાની હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ થતાં હડકંપ!

અગાઉ ગોલ્ડ સિનેમાઘરમાં 3 દારૂડિયાઓએ મચાવી હતી ધમાલ

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, સિનેમાઘરમાં દારૂડિયાઓને પ્રવેશ આપવામાં કેમ આવે છે. રવિવારનાં દિવસે ભરૂચનાં સાલિમાર નજીકનાં ગોલ્ડ સિનેમાઘરમાં પણ 3 અજાણ્યા દારૂડિયાઓએ સિનેમાઘરમાં દારૂ લઈ જવા માટે ધીંગાણું કર્યું હતું. મારામારી કરી હતી. એટલું જ નહીં ચપ્પુની અણીએ ભારે ધમાલ મચાવી હતી ત્યારે સિનેમાઘરોમાં દારૂડિયાઓને પ્રવેશ ન આપવામાં આવે તે અંગેનું સૂચન પણ જે તે પોલીસ મથક દ્વારા સિનેમાઘરનાં સંચાલકોને આપવામાં આવે તે જરૂરી બની ગયું છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Gujarat Police: PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ

Tags :
Advertisement

.

×