ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiaPakistanWar: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાયડનાં MLA ની મહત્ત્વની જાહેરાત!

ધારાસભ્યએ શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવા અપીલ કરી છે.
03:56 PM May 11, 2025 IST | Vipul Sen
ધારાસભ્યએ શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવા અપીલ કરી છે.
Bayad_Gujarat_first
  1. બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની મહત્ત્વની જાહેરાત (IndiaPakistanWar)
  2. ધારાસભ્યે એક મહિનાનો પગાર આર્મીને અર્પણ કરવાની કરી જાહેરાત
  3. આર્મી રાહત કોષમાં એક મહિનાનો પગાર કર્યો અર્પણ
  4. ધારાસભ્યએ શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું આપ્યું ઉત્તમ ઉદાહરણ
  5. અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવા કરી અપીલ

IndiaPakistanWar : ગતરોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં બંને દેશ વચ્ચે હાલ પણ તંગદિલી યથાવત છે. ભારતીય સેનાએ (Indian Army) પાકિસ્તાનનાં ડ્રોન-મિસાઇલ અને ગોળીબારનો મુંહતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનની સેના ફફડી ઊઠી હતી. ભારતીય સેનાનાં શૌર્ય અને પરાક્રમી લશ્કરી કાર્યવાહીને સમગ્ર દેશે બિરદાવી છે. ત્યારે, અરવલ્લી જિલ્લાનાં બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ (Dhavalsinh Jhala) મહત્ત્વની જાહેરાત કરી છે.

આ પણ વાંચો - India And Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગમાં BSF જવાન શહીદ

આર્મી રાહત કોષમાં એક મહિનાનો પગાર અર્પણ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનને (Pakistan) દિવસે તારા દેખાડનાર ભારતીય આર્મીને એક મહિનાનો પગાર અર્પણ કરવાની બાયડના (Bayad) ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જાહેરાત કરી છે. આર્મી રાહત કોષમાં (Army Relief Fund) એક મહિનાનો પગાર અર્પણ કરવાની ધારાસભ્યએ ઇચ્છા વ્યક્ત કરી છે. આમ, ધારાસભ્યએ શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો - ISKCON Bridge Accident Case: ગુજરાત હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા

પાકિસ્તાની સેનાને ભારતીય આર્મીનો જડબાતોડ જવાબ

J&K માં પહલગામાં થયેલ આતંકવાદી હુમલા (Pahalgam Tarror Attack) બાદ ભારતીય સુરક્ષા દળોએ 6-7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) શરૂ કર્યું હતું, જે હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાનને ભારતમાં રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત સહિતનાં રાજ્યમાં સરહદી વિસ્તારોમાં ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને તમામ પાકિસ્તાની ડ્રોન-મિસાઇલ તોડી પાડ્યા હતા.

આ પણ વાંચો - VADODARA : શિનોર પાસે ST બસ ઝાડમાં ઘૂસી, 6 ઇજાગ્રસ્ત

Tags :
Army Relief FundBayad MLA Dhavalsinh JhalaceasefireDrone AttacksgujaratfirstnewsIndian Air ForceIndian-ArmyIndiaPakistanWar2025J&KJammu and KashmirLOCOperation SindoorOperation Sindoor 2.0OperationSindoor2Pahalgam Tarror AttackPakistanPakistan ArmyPOKPunjabRajasthanTop Gujarati New
Next Article