Mundra: પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતી 35 ટન સોપારી જપ્ત, જામનગર DRIની ટીમને મળી હતી બાતમી
- કચ્છમાંથી દિલ્હી તરફ લઈ જવાતો સોપારીનો જથ્થો જપ્ત
- જામનગર DRIની ટીમે 2.50 કરોડની સોપારી ઝડપી પાડી
- DRIની તપાસમાં તુગલકાબાદ પાસે 35 ટન સોપારી મળી આવી
Mundra: ગુજરાતમાં ગેરકાયદેસર સોપારી ઘુસાડતા લોકો સામે જામનગર DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, પ્રોસેસ ઓઈલના નામે દુબઈથી સોપારીના ત્રણ કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યાં હતાં. ત્યાંર બાદ કચ્છમાંથી દિલ્હી તરફ લઈ જવાતા સોપારીના જથ્થાને જામનગર DRI ની ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો. આ લોકોએ પ્રોસેસ ઓઈલ જાહેર કરીને 35 ટન સોપારી લાવી હતી, જેની બજાર કિંમત 2.50 કરોડ જેટલી થાય છે.
આ પણ વાંચો: Gujarat: હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવનાઓ નથી! જાણો શું કહ્યું હવામાન વિભાગે
DRIની ટીમે તુગલકાબાદ પાસેથી 35 ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો
જામનગર DRIની ટીમે 35 ટન સોપારીનો જથ્થો તુગલકાબાદ પાસેથી જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, પ્રોસેસ ઓઈલનું નામ જાહેર કરીને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર ત્રણ કેન્ટર ભરીને 35 ટન સોપારી લાવી હતી, અહીંથી દિલ્હી લઈ જવાનો પ્લાન હતો પરંતુ જામનગર DRIની ટીમને આ બાબતે બાતમી મળતા DRIની ટીમે તપાસ કરીને અને 2.50 કરોડની સોપારી જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે 10 દિવસના બેઝિક કોર્ષનો પ્રારંભ, વાંચો આ અહેવાલ
બાતમીના આધારે જામનગર DRIની ટીમે તપાસ કરી હતી
મહત્વની વાત એ છે કે, હવે કઈ દિશામાં તપાસ થશે? પહેલા તો આ સોપારી કોણે મંગાવી હતી? તે બાબતે પહેલા તપાસ થવી જોઈએ, ત્યાર બાદ તેમાં કેટલા લોરો સંડોવાયેલા છે, તેમની પણ તપાસ થવી જોઈએ. જો કે, અત્યારે DRIની ટીમે તમામ પાસાઓની તપાસ શરૂ કરી દીધી છે. મહત્વની વાત એ છે, આ પહેલા પણ આવી રીતે સોપારીનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ ચૂક્યો છે, છતાં ગુનોગારોમાં કેમ કોઈ ભય નથી? આખરે આ લોકોને આના માટે કોને સપોર્ટ મળી રહે છે? પરંતુ સાચી હકીકત શું છે તે તો હવે તપાસ કર્યાં બાદ જ સામે આવશે.
આ પણ વાંચો: Sabarkantha : પુરવઠા વિભાગ-પોલીસની સંયુક્ત કાર્યવાહી, ફેક્ટરીમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો ઝડપ્યો
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો