Jamnagar: JCCC હોસ્પિટલ ફરી વિવાદમાં,દર્દીને હાર્ટ એટેક આવ્યાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા
- જામનગરની JCCC હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં
- સારવારના નામે દર્દી પાસેથી લાખો રૂપિયા વસૂલવાનો આરોપ
- સસ્પેન્ડ થયેલા ડૉ. પાશ્વ પછી હવે ડૉ. નિકુંજ ચોવટીયા સામે આક્ષેપ
- દર્દીને માત્ર બે દિવસ રાખવાની જગ્યાએ 6 દિવસ દાખલ રાખ્યાનો દાવો
- હાર્ટ એટેક આવ્યાનું કહીને વધુ દિવસ રોકી રાખવાનો આરોપ
- દર્દીને એક મહિના સુધી દાખલ રાખી લગભગ 6 લાખ રૂપિયા વસૂલ્યાનો આક્ષેપ
- પીડિત દર્દીના પુત્રએ હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી
Jamnagar: Gababar is Back. આ વાક્ય જોઇને તમને એવું લાગશે કે અહીં અમે બોલિવૂડના અભિનેતા અક્ષય કુમારની ફિલ્મની વાત કરી રહ્યા છે. પણ આપને જણાવી દઇએ કે, અક્ષયની આ ફિલ્મ જેવો જ એક કિસ્સો તાજેતરમાં જામનગરથી સામે આવ્યો છે. જેમાં વિવાદિત JCCC હોસ્પિટલ સામે સારવારના નામે રૂપિયા ખંખેરી લીધાના આક્ષેપ લાગ્યા છે. સસ્પેન્ડ કરાયેલ ડો પાશ્વ વોરા બાદ વધુ એક ડોક્ટર નિકુંજ ચોવટીયા સામે ગંભીર આક્ષેપો થયા છે. જોડિયા તાલુકાના બાલંભા ગામના દર્દીને આંચકી આવતા હોસ્પિટલ સ્ટાફે બે દિવસ દાખલ રાખવાની સલાહ આપી હતી ત્યારે બે દિવસને બદલે છ દિવસ દાખલ રાખી કહ્યું કે દર્દીને એટેક આવ્યો છે વધુ દાખલ રહેવું પડશે આમ દર્દીને એક મહિનો સારવાર હેઠળ રાખી છ લાખ રૂપિયા સારવાર પેટે પડાવી લેવાયા હતા.
JCCC હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં
મળતી માહિત મુજબ જામનગરની વિવાદિત JCCC હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.અહીં સારવારના નામે દર્દી પાસેથી લાખો રૂપિયા વસૂલવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલ ડો પાશ્વ વોરા બાદ વધુ એક ડોક્ટર નિકુંજ ચોવટીયા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.
સારવારના નામે દર્દી પાસેથી લાખો રૂપિયા વસૂલવાનો આરોપ
જાણકારી મુજબ દર્દીને આંચકી આવતા હોસ્પિટલ સ્ટાફે બે દિવસ દાખલ રાખવાની સલાહ આપી હતી ત્યારે બે દિવસને બદલે છ દિવસ દાખલ રાખી કહ્યું કે દર્દીને એટેક આવ્યો છે વધુ દાખલ રહેવું પડશે. જોડિયા તાલુકાના બાલંભા ગામના દર્દીને એક મહિનો સારવાર હેઠળ રાખી છ લાખ રૂપિયા સારવાર પેટે પડાવી લેવાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ડો નિકુંજ ચોવટીયા અને હોસ્પિટલ પ્રસાશન સામે પીડિત દર્દીના પુત્રએ ગંભીર આક્ષેપ કરતા કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ડો પાશ્વ વોરાને કર્યા છે સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં JCCC હોસ્પિટલમાં પીએમજય યોજનામાં ગોબાચારી સામે આવતા આરોગ્ય વિભાગે યોજનામાંથી લાયસન્સ રદ કરી ડો પાશ્વ વોરાને સસ્પેન્ડ કર્યા છે આ મામલે પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવતા હોસ્પિટલ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામા આવે છે ? ડોક્ટર સામે કડક પગલા લેવામાં આવે છે કે નહીં ? તે જોવું રહયું...
અહેવાલ: નથુ આહીર
આ પણ વાંચો: Rajkot ના ડોક્ટરે જેલમાં ‘સાસરે જતા હોય તેમ’ સુવિધાઓ માંગી, ચર્ચાનો વિષય બન્યા


