ગોંડલમાં જન્માષ્ટમીનો લોકમેળો સાત દિવસ યોજાશે: નગરપાલિકા મેળાકમીટીનો ઠરાવ
- ગોંડલમાં જન્માષ્ટમીનો લોકમેળો સાત દિવસ યોજાશે: નગરપાલિકા મેળાકમીટીનો ઠરાવ:
- સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડ ની અપસેટ પ્રાઇઝ રુ.51 લાખ મુકાઈ
ગોંડલ: ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં પ્રતિવર્ષ રંગારંગ લોકમેળો યોજાય છે. ગોંડલ શહેર ઉપરાંત તાલુકાનાં ગામડા અને કોટડા સાંગાણી,વિંછીયા સહિત વિસ્તારનાં લોકો મેળાનો આનંદ માણતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી નાં તહેવારમાં નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન મેળાકમીટી દ્વારા નક્કી કરાયુ છે.
નગરપાલિકા કચેરીમાં કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા નાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ચીફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, મેળાકમીટીનાં સદસ્યો ચંદુભાઈ ડાભી, અર્પણાબેન આચાર્ય, કૌશિકભાઈ પડારીયા,રુષિરાજસિંહ જાડેજા,આસીફભાઈ ઝકરીયા,અશ્ર્વીનભાઇ પાંચાણી,નિલેશભાઈ કાપડીયા અને હંસાબેન માધડ ઉપસ્થિત રહી લોકમેળો તા.14/8 થી તા.20/8 દરમ્યાન સાત દિવસ યોજવાનું નક્કી કરાયુ હતું. જેમાં હાઈસ્કૂલ નાં ગ્રાઉન્ડ ની અપસેટ પ્રાઇઝ રુ.51 લાખ રખાઇ છે. ઓનલાઇન ટેન્ડર પધ્ધતિ દ્વારા ટેન્ડર ભરી શકાશે.
ઉપરાંત સાત દિવસના લોકમેળામા મેઇન સ્ટેજ પરથી ભજન, ડાયરો, મ્યુઝિકલ શો સહિત રંગારંગ કાર્યક્રમોનું આયોજન નક્કી કરાયુ છે. લોકમેળા અંગે તમામ જવાબદારી મેળા કમીટીની રહેશે તેવુ ઠરાવાયું છે.
આ પણ વાંચો- સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જીવલેણ ત્વચા રોગથી પીડાતી 35 વર્ષિય મહિલાનો બચાવ્યો જીવ


