ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

JUNAGADH : "દેશમાં જુનાગઢનું નામ ખરાબ થયું, વિવાદનો અંત લાવો" - ગિરીશ કોટેચા

JUNAGADH : આ વિવાદનો અંત આવવો જોઇએ. હાલ બ્રહ્મલિન તનસુખગીરી બાપુ પાછળ ભજન અને ભંડારા કરવાનો સમય છે. - પૂર્વ ડે. મેયર
11:08 PM Nov 23, 2024 IST | PARTH PANDYA
JUNAGADH : આ વિવાદનો અંત આવવો જોઇએ. હાલ બ્રહ્મલિન તનસુખગીરી બાપુ પાછળ ભજન અને ભંડારા કરવાનો સમય છે. - પૂર્વ ડે. મેયર

JUNAGADH : જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) દેવલોક પામ્યા બાદથી ગાદી માટે વિખવાદ સતત ઊગ્ર બની રહ્યો છે. આ સમગ્ર મામલે ભવનાથનાં મહંત હરિગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે ઘમાસાન મચ્યું છે. આ મામલે ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુએ વધુ એક વખત પોતાની પ્રતિક્રિયા આપતા ગંભીર આરોપો લગાવ્યા છે. જે બાદ જુનાગઢના પૂર્વ ડે. મેયર ગિરીશ કોચેટાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, હાલ બ્રહ્મલિન તનસુખગીરી બાપુ પાછળ ભજન અને ભંડારા કરવાનો સમય છે. વિવાદને લઇ આખા દેશમાં જૂનાગઢનું નામ ખરાબ થયું છે.

બાપુ પાછળ ભજન અને ભંડારા કરવાનો સમય

જુનાગઢના પૂર્વ ડે. મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું કે, સંતો ભગવા કપડા પહેર્યા છે, એટલે ભાવિકો તેમને પગે લાગે છે. જુનાગઢમાં ચાલી રહેલા સંતોના વિવાદને પગલે આખા દેશમાં જુનાગઢનું નામ ખરાબ થયું છે. આ વિવાદનો અંત આવવો જોઇએ. હાલ બ્રહ્મલિન તનસુખગીરી બાપુ પાછળ ભજન અને ભંડારા કરવાનો સમય છે.

તેમણે મંદિરને લગતો ઓર્ડર કર્યો હતો

તો બીજી તરફ આજરોજ આ મામલે વધુ એક વખત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ દોઢ વર્ષ પહેલા કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે તેમણે મુખ્યમંત્રીને ભવનાથ મંદિરમાં હરિગીરી બાપુની ગેરરીતિઓ વિશે જણાવ્યું હતું. તે બાદ પણ સ્થાનિક તંત્ર શા માટે તુરંત એક્શન નથી લઇ રહ્યું ? અગાઉ જૂનાગઢના જિલ્લા કલેક્ટર રચિત રાજ હતા, તે સમય દરમિયાન તેમણે મંદિરને લગતો ઓર્ડર કર્યો હતો. હાલના જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા પર ભરોસો નથી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની બદલી થવી જોઇએ.

પ્રેમગીરીની હાલમાં ચાદર વિધી કરવામાં આવી છે

વધુમાં તેમણે ઉમરતા કહ્યું કે, તુરંત સ્થાનિક સંતોની એક કમિટી બનાવવી જોઇએ. પ્રેમગીરીના શિષ્યનો આરોપ છે કે, તેમણે અમારી જોડે ખરાબ કૃત્ય કર્યું છે. એ જ પ્રેમગીરીની હાલમાં ચાદર વિધી કરવામાં આવી છે. આગામી, 1 ડિસેમ્બર - 2024 સુધીમાં હરિગીરીને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢવામાં નહીં આવે તો હું ત્યાં જઇશ અને બહાર કાઢીશ.

આ પણ વાંચો -- JUNAGADH : "સ્થાનિક સંતોની કમિટી બનાવો, કલેક્ટર પર વિશ્વાસ નથી" - મહેશગીરી બાપુ

Tags :
AmbajiaskcontroversyDeputydisputeexgirishJunagadhkotechamahantpadMayorstopto
Next Article