ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: ગાદીનો વિવાદ વકર્યો, હરિગીરીએ મહંત બનવા 8 કરોડ આપ્યા - મહેશગીરીનો આરોપ

Junagadh: ભવનાથનું અંબાજી મંદિર અત્યારે રાજકીય અખાડો બની ગયો હતો તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, ગાદી માટે વિખવાદ સતત ઊગ્ર બની રહ્યો છે.
01:37 PM Nov 22, 2024 IST | VIMAL PRAJAPATI
Junagadh: ભવનાથનું અંબાજી મંદિર અત્યારે રાજકીય અખાડો બની ગયો હતો તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, ગાદી માટે વિખવાદ સતત ઊગ્ર બની રહ્યો છે.
Junagadh
  1. રાજકીય અખાડો બની રહ્યું છે ભવનાથ અંબાજી મંદિર
  2. ભૂતનાથના મહંત મહેશગીરીનો સનસનાટીભર્યો આરોપ
  3. મંદિરમાં પદ માટે સાધુ-સંતો વચ્ચે શરૂ થઈ લડાઈ

Junagadh: ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુનું નિધન થયા બાદ અત્યારે ગાદી માટે ભારે વિવાદ સર્જાયો છે.  ભવનાથનું અંબાજી મંદિર અત્યારે રાજકીય અખાડો બની ગયો હતો તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, ગાદી માટે વિખવાદ સતત ઊગ્ર બની રહ્યો છે. આ સમગ્ર મામલે ભવનાથના મહંત હરીગીરી બાપુએ મોટા અને ગંભીર આક્ષેપો કર્યાં છે. ભવનાથના મહંત હરીગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે વિવાદ શરૂ થયો છે. નોંધનીય છે કે, ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો: ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ

ભૂતનાથના મહંત મહેશગીરીએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યાં

ગાદી માટે અત્યારે સાધુ-સંતો વચ્ચે લડાઈ શરૂ થઈ છે. મંદિરની ગાદી માટે સંતો વચ્ચે રાજકારણ શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યાં છે. મહત્વની વાત એ છે કે, મહેશગીરીએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કર્યો છે. જેમાં હરિગીરીએ મહંત બનવા 8 કરોડની લાંચ આપ્યાનો આરોપ લગાવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, આ પત્રમાં નેતાઓ અને બે કલેક્ટરના નામનો પણ ઉલ્લેખ છે.

આ પણ વાંચો: Surat: ઉત્તરાયણના બે મહિના પહેલા જ યુવકનું ગળું કપાયું, પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું

અખાડામાંથી પણ રૂપિયાની હેરફેર થઈ છેઃ મહેશગીરી બાપુ

મહેશગીરી બાપુએ કહ્યું કે, ‘અખાડામાંથી પણ રૂપિયાની હેરફેર થઈ છે. હરિગીરીએ સાધુ-સંતોને ભડકાવ્યા છે. હરિગીરીએ અખાડાની આબરૂને બટ્ટો લગાવ્યો છે.’ આ બાબતે ચેતવણી આપતા મહેશગીરી બાપુએ કહ્યું છે કે, હવે બહુ થયું, હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે, હરિગીરીને તત્કાલક ભવનાથ અને ગિરનાર છોડી દેવા માટે પણ કહ્યું છે. વધુમાં મહેશગીરીએ કહ્યું કે, ‘જો હરિગીરી ભવનાથ નહીં છોડે તો એકેએક કરતૂત ઉઘાડી પાડીશ.’ નોંધનીય છે કે, અત્યારે ગાદી માટેનો વિવાદ કચમ સીમાએ પહોંચ્યો છે.

આ પણ વાંચો: Banaskantha: રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, દાંતામાંથી ઝડપાયા ત્રણ મુન્નાભાઈ

Tags :
BhavnathBhavnath Ambaji MandirBhavnath Ambaji TempleBhid Bhanjan MandirBhidbhanjan Mahadev MandirBreaking News In GujaratiGujarati NewsHarigiri BapuHarigiri Bapu JunagadhJunagadh NewsMaheshgiri BapuMaheshgiri Bapu Junagadh
Next Article