ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kajal Maheriya : કાજલ મહેરિયા હવે ચૂંટણી મેદાને! લોકગાયિકાએ માંગી ટિકિટ

લોકગાયિકા કાજલ મહેરિયાએ (Kajal Maheriya) ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હોવાનાં સમાચાર છે.
08:54 PM May 28, 2025 IST | Vipul Sen
લોકગાયિકા કાજલ મહેરિયાએ (Kajal Maheriya) ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હોવાનાં સમાચાર છે.
Kajal_gujarat_first main
  1. લોકગાયિકા Kajal Maheriya એ ચૂંટણી લડવા ટિકિટની માગ કરી
  2. કાજલ મહેરિયા એ કડી બેઠક પર ચૂંટણી લડવા તૈયારી બતાવી
  3. સેન્સ પ્રક્રિયામાં કમલમ્ કાજલ મહેરિયા પહોંચ્યા
  4. 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલી છું : કાજલ મહેરિયા
  5. હવે પાર્ટી ટિકિટ આપે તો લોકોની વધુ સેવા કરીશ : કાજલ મહેરિયા

રાજ્યમાં મહેસાણા જિલ્લાની કડી (Kadi) અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર (Visavadar) બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની છે. આ બંને બેઠક પર 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે. જો કે, હવે કડી પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ (Kajal Maheriya) ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હોવાનાં સમાચાર છે.

આ પણ વાંચો - Visavadar By-Election : વિસાવદર પેટાચૂંટણીમાં મતદારો અંગે કલેક્ટરે આપી મહત્ત્વની માહિતી!

સેન્સ પ્રક્રિયામાં કમલમ્ પહોંચ્યા કાજલ મહેરિયા

મહેસાણા જિલ્લાની (Mehsana) કડી પેટાચૂંટણી પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિકોણીય જંગ જામી શકે છે. ત્યારે હવે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા રસ દાખવ્યો છે અને ચૂંટણી લડવા માટે ટિકિટની માગ કરી છે. માહિતી અનુસાર, કાજલ મહેરિયા (Kajal Maheriya) સેન્સ પ્રક્રિયામાં કમલમ્ પહોંચ્યા હતા. દરમિયાન, કાજલ મહેરિયાએ જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષથી ભાજપ (BJP) સાથે જોડાયેલી છું. હવે પાર્ટી ટિકિટ આપે તો લોકોની વધુ સેવા કરીશ. માહિતી અનુસાર, કડી બેઠક માટે ભાજપમાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ 69 થી વધુ દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં સેન્સ આપી છે. જ્યારે કોંગ્રેસમાં માત્ર 8 દાવેદારો નોંધાયા છે.

આ પણ વાંચો - Gujarat By-Elections:Kadi વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ

ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પક્ષ દ્વારા નક્કી કરાશે : નીતિન પટેલ

જણાવી દઈએ કે, ભાજપનાં ધારાસભ્ય કરશન સોલંકીનું (MLA Karshan Solanki) ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. કડીની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચે સીધો જંગ છે. જ્યારે AAP પણ મેદાને છે. ત્યારે હવે આ બેઠક પર ચૂંટણી (Kadi By-Elections) લડવા માટે ભાજપ કોને ટિકિટ આપી મેદાને ઉતારશે તેને લઈ ચર્ચાઓ વેગવંતી થઈ છે અને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું (Nitin Patel) નિવેદન સામે આવ્યું હતું. તેમણે હતું કહ્યું કે, કડી વિધાનસભા ભાજપનો ગઢ છે. દાયકાઓ સુધી ભાજપ કડીમાં જીતતું આવ્યું છે. કડીનાં મતદારો ભાજપને જંગી બહુમતીથી વિજય અપાવશે. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પક્ષ દ્વારા નક્કી કરાશે. પક્ષની પદ્ધતિ પ્રમાણે નિરીક્ષકોની નિમણૂક કરાશે. નિરીક્ષકો કડી આવશે અને ઉમેદવાર નક્કી થશે.

આ પણ વાંચો - By-Election : ભાજપ-કોંગ્રેસ-આપ માટે મહત્વની બેઠક વિસાવદર પર ત્રિપાંખીયો જંગ, દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા

Tags :
AAPBJPCongressDeputy CM Nitin PatelGUJARAT FIRST NEWSGujarat PoliticsJunagadhKadiKadi By-ElectionsKajal MaheriyaMehsanaMLA Karshan SolankiTop Gujarati NewsVisavadarVisavadar By-Elections
Next Article