આજના કોમ્પ્યુટરરાઈઝ યુગમાં પણ વાંસ વળાંટની કળાના વારસાને જીવંત રાખે છે આ મહિલાઓ
અહેવાલ - તોફિક શેખ, છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકથી અડીને આવેલ જલોદા ગામના ૫૦ થી ૬૦ પરિવાર વાંસ વળાંટની કલાથી અનેક રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી તેમજ ઘર સુશોભનમાં મુકાતી પોતાની કલાની આગવી શૈલીથી અવનવી કૃતિઓને આકાર આપે છે, જેને લઇ રાજ્ય સહિત દેશ વિદેશમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ વાંસ વણાટની ચીજ વસ્તુઓ પહોંચે છે.
આ વિસ્તારની કળાની આ આગવી શૈલી છે
આ વિસ્તારની કળાની આ આગવી શૈલી છે. વાંસ વળાંટ દ્વારા બનાવાતી કલાકૃતિઓ અને બહુવિધ પ્રકારની હસ્તકળા દ્વારા સ્થાપત્યની બેનમૂન કૃતિઓ એ છોટા ઉદેપુરની ઓળખ સ્થાપીત કરી રહી છે. છોટા ઉદેપુર પંથકમાં કળા કારીગરો બેનમૂન જમાવડો છે અને નવી પેઢીમાં કળા-કૌશલને ઓળખનાર, તેઓમાં રસ લેનાર અને તેને સંવર્ધિત કરનાર પણ છે.
કળા એ વિસ્તારની સમજ અને જીવનશૈલીને ઉજાગર કરે છે
જંગલોમાં ઉગતાં વાંસમાંથી પરંપરાગત ટોપલા ટોપલીઓ બનાવીને જીવનનિર્વાહ કરતાં જલોદા ગામની મહિલાઓનું જૂથ વાંસમાંથી ડેકોરેશન સહિત ઘર વપરાશ માટે ઉપયોગી અવનવી ચીજવસ્તુઓની હસ્ત કારીગરી પ્રાપ્ત કરી છે. કળા અને સૌંદર્યમાં રૂચિ ધરાવતા ગુજરાતમાં ઉત્સવોની ઉજવણી સાથે તેની કળાનું પ્રદર્શન માણવાનો અવસર અનેરો બને છે. કળા એ વિસ્તારની સમજ અને જીવનશૈલીને ઉજાગર કરે છે.
છોટા ઉદેપુર જીલ્લાના કલાકારો એ હસ્તકળામાં વણાટ, છાપકામ, વારલી પેન્ટિંગ, પીથોરા પેન્ટિંગ, માટીકામ જેવી કળામાં વિસ્તારની આગવી ઓળખ અને અવર્ણનીય છાપ ઊભી કરી છે. પરંપરાગત અને ભાતીગળ પહેરવેશ અને રહેણીકરણીમાં કળા અને કૌશલ્યની આગવી શૈલી અહીં જોવા મળે છે. જેનો અનુભવ અવિસ્મરણીય છે.
આ પણ વાંચો -- Rajkot : કાકા-ભત્રીજા સહિત ત્રણ ઉપર ખૂની હુમલો, વાહનોમાં તોડફોડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


