Kheda : ડાકોર નપામાં જીતેલા 7 અપક્ષ સભ્ય જોડાતા BJP ની બહુમતી
- Kheda માં અપક્ષમાંથી વિજેતા થયેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા
- ડાકોર નપાનાં અપક્ષમાં જીતેલા 7 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
- નડિયાદ કમલમ ખાતે જિલ્લા પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા
- સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ખેસ પહેરાવતા નારાજગી
ખેડામાં (Kheda) સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ બાદ મોટા સમાચાર આવ્યા છે. અપક્ષમાંથી વિજેતા થયેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે. ડાકોર નપાનાં અપક્ષ જીતેલા 7 ઉમેદવારો ભાજપમાં જોડાતા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઇ છે. નડિયાદ કમલમ ખાતે જિલ્લા પ્રમુખની હાજરીમાં અપક્ષનાં જીતેલા ઉમેદવારો BJP માં જોડાયા છે.
આ પણ વાંચો - Chhota Udepur : બુટલેગરોનાં અવનવાં કીમિયા પર ફર્યું પાણી! ડાંગરનાં કટ્ટાની આડમાં 13.77 લાખનો દારૂ ઝડપાયો
નડિયાદ કમલમ ખાતે જિલ્લા પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા
ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિમાણ (Sthanik Swaraj Election Result) બાદ ડાકોર નગરપાલિકામાંથી અપક્ષનાં 7 વિજેતા સભ્ય સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાયા છે. માહિતી અનુસાર, નડિયાદ ખાતેનાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે જીતેલા અપક્ષ સભ્યોને બોલાવી સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની હાજરીમાં જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે ખેસ પહેરાવ્યો હતો. આથી, હવે ડાકોર (Dakor) નગરપાલિકામાં ભાજપની બહુમતી થઇ છે. જોડાયેલા અપક્ષનાં આ સભ્યો સહિત 21 સભ્યો સાથે ભાજપની બહુમતી થઈ છે.
આ પણ વાંચો - Gujarat University માં ભણતા વિદ્યાર્થી માટે મહત્ત્વનાં સમાચાર, ફીમાં કરાયો તોતિંગ વધારો!
અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા સ્થાનિક સંગઠનમાં નારાજગી
જો કે, બીજી તરફ અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા સ્થાનિક સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ખેસ પહેરાવતા નારાજગી ઊભી થઈ છે. જો કે, ડાકોર નગરપાલિકામાં હવે ચોક્કસ ભાજપનું (BJP) રાજ હશે. જોવું એ રહ્યું કે ભાજપ કોઈ નવા ચહેરાને પ્રમુખ બનાવે છે કે પછી જૂનો ચહેરો જ ભાજપ માટે પ્રાથમિકતા રહે છે.
આ પણ વાંચો - Ahmedabad : કેડિલાનાં CMD રાજીવ મોદી સામે કથિત દુષ્કર્મનો કેસ, HC માં અરજી!


