Kheda માં હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું માંમેરૂ ભર્યું, કોમી એકતાનું જોવા મળ્યું શ્રેષ્ઠ ઉદાહરણ
- ખેડાનાં ઉંઢેલા ગામમાં કોમી એકતાનાં દ્રશ્યો સામે આવ્યા
- હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું માંમેરૂ ભર્યું
- ચિખોદરા ગામનું હિંદુ પરિવાર વાજતે ગાજતે મામેરૂ લઈ ઉંઢેલા પહોંચ્યા
- મુસ્લિમ પરિવારે મામેરૂ લઈ આવેલા હિદું પરિવારનું સ્વાગત કર્યું
- વાજતે ગાજતે હિંદુ પરિવારે મુસ્લિમ ભાણીનું મામેરૂ ભર્યું
- ચિખોદરા ગામનાં હિંદુ પ્રોઢને છેલ્લા 40 વર્ષથી મુસ્લિમ મહિલા રાખડી બાંધે છે,.
- મુસ્લિમ મહિલાની દિકરીનાં લગ્નમાં હિંદુ ભાઈ મામેરૂ લઈ પહોંચ્યા
Kheda : સમાજમાં વિભિન્ન ધર્મો વચ્ચે એકતા અને પ્રેમને ઉજાગર કરતું દ્રશ્ય ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં જોવા મળ્યું, જ્યાં એક હિંદુ પરિવાર તેની મુસ્લિમ ભાણીના લગ્નમાં ભાગ લેવા માટે વિશેષ રીતે પહોંચ્યું. ચિખોદરા ગામના હિંદુ પરિવારના સભ્યો મામેરૂ લઈ મુસ્લિમ પરિવાર સુધી વાજતે ગાજતે પહોંચ્યા અને હર્ષોલ્લાસપૂર્વક વિધિવત રીતે મામેરૂની પરંપરા નિભાવી.
40 વર્ષથી મુસ્લિમ મહિલા હિંદુ ભાઈને બાંધે છે રાખડી
હિંદુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ. આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો અનેરો કિસ્સો ખેડા જિલ્લામાં જોવા મળ્યો છે. અહીંના ચિખોદરા ગામના હિંદુ પ્રોઢને છેલ્લા 40 વર્ષથી એક મુસ્લિમ મહિલા રાખડી બાંધે છે, જે દર્શાવે છે કે તેમની વચ્ચે કેટલો ગાઢ અને પવિત્ર બંધન છે. આ સંબંધ માત્ર એક પર્વ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારા વધારવાની મહેક દર્શાવે છે. જણાવી દઇએ કે, જ્યારે હિંદુ પરિવાર મામેરૂ લઈ ઉંઢેલા ગામમાં પહોંચ્યું, ત્યારે મુસ્લિમ પરિવારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જણાવી દઇએ કે, દિનેશભાઈ પરમાર અને આરેફાબેન વચ્ચે છેલ્લા 40 વર્ષથી ભાઈ-બહેનનો સંબંધ છે.
ભાઈ-બહેનના પ્રેમે ધાર્મિક વિભાજનને પાછળ ધકેલી દીધું
ચિખોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વ્હોરા પરિવારની દીકરી આરેફાબેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતી આવી છે. આરેફાબેનના આણંદ સ્થળાંતર બાદ અને માતર તાલુકાના ઉંઢેળા ગામના રજ્જાકભાઈ વ્હોરા સાથે લગ્ન થયા બાદ પણ, તેમની અને તેમના હિંદુ ભાઈ વચ્ચેનો પવિત્ર સંબંધ અખંડિત રહ્યો. ધર્મ ભલે જુદા હોય, પણ ભાઈ-બહેનના પ્રેમમાં કોઇ કમી જોવા ન મળી. બંને વચ્ચેના આ પવિત્ર સંબંધને જોઇ આરેફાબેનના સાસરિયા પક્ષના લોકોના આંખમાં આસુ આવી ગયા હતા.
હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું ભર્યું મામેરૂ | Gujarat First#CommunalHarmony #ReligiousTolerance #IndianCulture #CommunityBond #InterfaithExample #PeaceAndUnity #CulturalCelebration #SocialCohesion #GujaratFirst pic.twitter.com/LhrlSAb289
— Gujarat First (@GujaratFirst) February 15, 2025
આરેફાબેનની દીકરીનું મામેરું કરવા પહોંચ્યા દિનેશભાઈ
આરેફાબેનની દીકરી તયબાહના લગ્ન પ્રસંગે દિનેશભાઈ 200થી વધુ સગા-સંબંધીઓ સાથે ભવ્ય મામેરું લઈને પહોંચ્યા, જ્યાં મુસ્લિમ પરિવારે હિંદુ મોસાળિયાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રસંગે આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઈલ્યાસ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા, જે કોમી એકતા માટે જાણીતા છે. ઉપસ્થિત લોકોને લાગ્યું કે જ્યારે આજે ધર્મના નામે વિવાદો વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ બની એકતા અને ભાઈચારાનો શ્રેષ્ઠ સંદેશ આપે છે.
ભાઈ-બહેનના પ્રેમે ધાર્મિક વિભાજનને પાછળ ધકેલી દીધું
સમગ્ર પ્રસંગ એકતા અને સમરસતાનું પ્રતિબિંબ બન્યો, જ્યાં ભાઈ-બહેનના પ્રેમે ધાર્મિક વિભાજનને પાછળ ધકેલી દીધું. આ પ્રસંગ એ સાબિત કરે છે કે માનવતા અને સ્નેહનું મથક કોઈ એક ધર્મની મર્યાદામાં સીમિત નથી, પણ તે દરેક હૃદયમાં વસે છે. આજે જ્યારે દેશમાં કોમી તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે આ બંને ભાઈ-બહેનોએ કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બંને ધર્મોના લોકોને બતાવ્યું છે.
આ પણ વાંચો : Kheda: મહેમદાબાદના મતદાન કેન્દ્રમાં ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યાં, વીડિયો થયો વાયરલ


