Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : જીરા સોડા પીધા બાદ 3 લોકોનાં મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!

શિક્ષક પાડોશીએ જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
kheda   જીરા સોડા પીધા બાદ 3 લોકોનાં મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ
Advertisement
  1. નડિયાદનાં જવાહરનગરમાં સોડા પીધા બાદ 3 લોકોનાં મોતનો મામલો (Kheda)
  2. પાડોશમાં રહેતા હરિકિશન મકવાણાએ હત્યા કર્યાનો થયો પર્દાફાશ
  3. હરિકિશન મહુધાની શાળામાં પ્રાથમિક શિક્ષકની બજાવે છે ફરજ
  4. હરિકિશન સામે પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો

ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદમાં જવાહરનગરમાં જીરા સોડા પીધા બાદ ત્રણ લોકોનાં મોત મામલે મોટો ખુલાસો થયો છે. શિક્ષક પાડોશીએ જ હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શિક્ષક પોડાશી સામે પાટણમાં (Patan) હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો, બદનામીનાં ડરથી આત્મહત્યા કરવાનો આરોપી શિક્ષક નિર્ણય કર્યો હતો. જો કે, આત્મહત્યા પહેલા અખતરા માટે સોડામાં સોડિયમ નાઇટ્રાઇટ (Sodium Nitrite) ભેળવીને મૃતક વિકલાંગ કનુભાઈ ચૌહાણને આપ્યું હતું. આ મામલે આરોપીની પૂછપરછમાં વધુ મસમોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Rajkot : જલારામ બાપા અંગે ટિપ્પણી વિવાદ થાળે પડ્યો! દેવસ્વરૂપ સ્વામી-લોહાણા સમાજ વચ્ચે સમજૂતી

Advertisement

જીરા સોડા પીવાથી ત્રણ લોકોનાં થયા હતા મોત

જણાવી દઈએ કે, ખેડા જિલ્લાનાં (Kheda) નડિયાદમાં આવેલા જવાહરનગરમાં 9 ફેબ્રુઆરીનાં રોજ જીરા સોડા પીવાથી વિકલાંગ કનુભાઈ ચૌહાણ સહિત 3 લોકોનાં મોત નીપજ્યા હતા. આ મામલે એલસીબી પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી અને વિશેરા તેમ જ બોટલનાં સેમ્પલ લઇ FSL માં મોકલવામાં આવ્યા હતા. FSL ની રિપોર્ટમાં જીરા સોડાની બોટલમાં સોડિયમ નાઈટ્રાઈટ પોઈઝન હોવાનું સામે આવ્યું હતું. વિકલાંગ કનુભાઈ ચૌહાણને આ જીરા સોડાની બોટલ પાડોશી હરિકિશન ઉર્ફે હરિ ચંદુભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી હોવાની જાણ થતાં પોલીસે હરિકિશનની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Gyan Prakash Swami એ 'શિવરાત્રિ' વ્રત અને 'ચારણ સમાજ' અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી!

આત્મહત્યા કરતા પહેલા આરોપીએ અખતરા માટે મૃતકોને જીરા સોડાની બોટલ આપી

પોલીસ (Nadiad LCB Police) દ્વારા પૂછપરછ થતાં આરોપી હરિકિશન મકવાણાએ જણાવ્યું હતું કે તે મહુધાની શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હરિકિશન વિરુદ્ધ પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો. આથી, પોલીસ પકડશે અને આબરૂ જશે તે ડરથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આત્મહત્યા કરતા પહેલા આરોપીએ અખતરા માટે વિકલાંગ કનુભાઈ ચૌહાણને સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ ભેળવી આપ્યું હતું. આરોપીએ આ સોડિયમ નાઈટ્રાઈટ એમેઝોન પરથી મંગાવ્યું હતું. કનુભાઈ ચૌહાણ સહિત અન્ય બે લોકો દ્વારા જીરા સોડા પીવાની સાથે જ મોતને ભેટ્યા હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Weather Forecast : આગામી 7 દિવસમાં વાતાવરણ કેવું રહેશે ? હવામાન વિભાગે કરી આગાહી

Tags :
Advertisement

.

×