Kutch : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુન્દ્રા પોર્ટ, અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા (Kutch)
- કચ્છનાં મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી
- મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલે અનાવરણ કર્યું
Kutch : કચ્છની એક દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ આજરોજ કચ્છના મુન્દ્રા પોર્ટની (Mundra Port) મુલાકાત લીધી હતી. રાજ્યપાલે મુન્દ્રા પોર્ટ ખાતેથી આયાત-નિકાસ, પોર્ટ ઓપરેશન, પોર્ટ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સહિતની વિગતો મેળવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની (Adani Solar Panel Manufacturing Plant) મુલાકાત લઈને ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં ભારતની આગેકૂચની પ્રસંશા કરી હતી. ત્યારબાદ, મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat in Kutch) દ્વારા અનાવરણ કરાયું હતું.
આ પણ વાંચો - Lion Temple : એક એવું સ્થાન જ્યાં થાય છે સિંહની પૂજા, પણ કેમ ? જાણો કરુણ કહાની!
મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી
આ પ્રસંગે માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે (Aniruddhabhai Dave), અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ, અદાણી ફાઉન્ડેશનનાં (Adani Foundation) સી.એસ.આર હેડ પંક્તિબેન શાહ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ.ઝાલા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો - Gujarat First Music Festival : સોમનાથ મંદિરના સાનિધ્યમાં Gujarat First નો સૌથી મોટો સંગીતોત્સવ


