Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: ભચાઉ નગરપાલિકામાં લહેરાયો ભગવો, 28 બેઠકોમાંથી 21 બેઠકો પર બિનહરીફ

Kutch: ભચાઉ નગરપાલિકાની 28 બેઠકમાંથી 21 બેઠક ભાજપને બિનહરીફ મળી ગઈ છે. જેથી ભાજપમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે
kutch  ભચાઉ નગરપાલિકામાં લહેરાયો ભગવો  28 બેઠકોમાંથી 21 બેઠકો પર બિનહરીફ
Advertisement
  1. ભચાઉ નગરપાલિકાની21 બેઠક ભાજપને બિનહરીફ મળી
  2. 15 જેટલા ફોર્મ અમાન્ય રહેતા ભાજપને વગર ચૂંટણીએ બહુમતી
  3. ભચાઉમાં ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ

Kutch: ભારતમાં ચૂંટણીઓ ક્યારેય પૂરી થતી જ નથી. અહીં છાસવારે ક્યાંકને ક્યાંક ચૂંટણી હોય જ છે. અત્યારે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરાઈ રહ્યાં છે. કચ્છના ભચાઉની વાત કરવામાં આવે તો એહીં નગરપાલિકાની ચૂંટમીણાં કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. અહીં હતી શબ્દ એટલા માટે કે હવે માત્ર 7 બેઠકો માટે જ ચૂંટણી યોજાશે. પ્રશ્ન થાય કે, આવું કેમ? તો આનું કારણે કે, અહીં નગરપાલિકની 21 બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું છે.

આ પણ વાંચો: Surat: 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન, પોલીસની 40 જેટલી ટીમે રહેશે તૈનાત

Advertisement

ભચાઉ નગરપાલિકાની 28 બેઠકમાંથી 21 બેઠક ભાજપને બિનહરીફ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભચાઉ નગરપાલિકાની 28 બેઠકમાંથી 21 બેઠક ભાજપને બિનહરીફ મળી ગઈ છે. જેથી ભાજપમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ફોર્મ ચકાસણીમાં 15 જેટલા ફોર્મ અમાન્ય રહેતા ભાજપને વગર ચૂંટણીએ બહુમતી મળી ગઈ છે. સ્વાભાવિક છે કે, અહીં 21 બેઠકો પર જીત મળતી જતા જીતના પગલે ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહીં છે. જો કે, ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ કાલેનો છે.

Advertisement

આ પણ વાંચો: Amreli Letter Kand : દિલીપ સંઘાણીએ CM ને લખ્યો પત્ર, કહ્યું - HC નાં જજની અધ્યક્ષતામાં..!

રાપર નગરપાલિકામાં બે બેઠકો પર ભાજપ બિનહરીફ

ભચાઉ નગરપાલિકાની 28 બેઠકમાંથી 21 બેઠકો જ્યારે રાપર નગરપાલિકામાં 28 બેઠકમાંથી બે શીટ ભાજપની બિનહરીફ રહીં છે. એવું લાગી રહ્યું છે કે, ભાજપ અત્યારે અનેક બેઠકો પર બિનહરીફ જીતી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભચાઉ નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 21 બેઠકો પર બિનહરીફ જીત મળી ગઈ છે. જે ભાજપ માટે ખુબ આનંદની વાત છે. જેથી ભાજપના ઉમેદવારો સહિત સમર્થકો ખુશીઓ પણ મનાવી રહ્યાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×