અહોઆશ્ચર્યમ્...LLB સેમ 4 ની પરીક્ષામાં ગયા વર્ષનુ બેઠેબેઠું પેપર પૂછી કાઢ્યું
- HNGU ની ઘોર બેદરકારી સામે આવી
- યુવરાજ સિંહે ફરી શિક્ષણ વિભાગની પોલ ખોલી
- યુવરાજ સિંહે X પર પોસ્ટ કરીને માહિતી આપી
Gross negligence of HNGU: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તેમ છતા સરકારને જાણે શિક્ષણ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ શિક્ષણ અંગે કોઈ વાત જ નથી થઈ રહી. આ દિવસોમાં શિક્ષણની ગેરરીતિના ઘણા અહેવાલો સામે આવ્યા છે. તેમ છતા સરકાર તેને ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તેવુ સ્પષ્ટ જણાય છે. ત્યારે હવે HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ)માં પણ આવી જ એક ઘોર બેદરકારીનો કીસ્સો સામે આવ્યો છે. જે સૌ કોઈને ચિંતામાં મુકી શકે છે.
યુવરાજ સિંહે X પર પોસ્ટ કરી
પરીક્ષાના પેપરમાં થયેલી બેદરકારી અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ફરી એકવાર શિક્ષણ વિભાગની પોલ ખોલી નાખી છે. આ સાથે તેમણે શિક્ષણ વિભાગ પર ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. યુવરાજ સિંહે આ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું, HNGU પર અંતર્ગત આવતી સંસ્થાઓની LLB સેમ 4 ની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં તા.7/4/2025 ના રોજ Jurisprudence એટલે કે ન્યાયશાસ્ત્ર વિષયનું પેપર હતું. આ પેપરમાં જે પૂછવામાં આવ્યું છે તે બેઠેબેઠું 2024નું જ પૂછવામાં આવ્યું છે. પણ આ વિશે ન તો સત્તાધીશોને ખ્યાલ આવ્યો કે ન શિક્ષણ વિભાગને. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ફરી શિક્ષણ વિભાગની પોલ ખોલી નાખી છે. યુવરાજ સિંહે X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે.
HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) નો ફરી એક #છબરડો અને #ઘોર_બેદરકારી સામે આવી છે.
📌 #HNGU અંતર્ગત આવતી સંસ્થાઓની #LLB સેમ 4 ની વર્તમાન માં પરીક્ષાઓ શરૂ છે જેમાં 7/4/2025 ના રોજ Jurisprudence એટલે કે ન્યાયશાસ્ત્ર ના વિષયનું પેપર હતું.
📌હવે આ પેપર જે પૂછવામાં… pic.twitter.com/ByHllFVV1b
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 11, 2025
પેપરમાં કોઈ ફેરફાર નહીં
તેમણે પોસ્ટ કરતા જણાવ્યું કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પેપર ઉપર માર્ચ 2024 લખેલુ હતુ, પેપરમાં સમય પણ એનો એજ રાખ્યો છે, પ્રશ્ન ક્રમાંકમાં પણ કોઈ ફેરફાર નથી, એટલે કે બેઠેબેઠું 2024નું પેપર 2025 માં પૂછી નાખવામાં આવ્યું છે. જેની શિક્ષણ વિભાગ કે યુનિવર્સિટીને જાણ પણ નથી.
આ પણ વાંચો : Surat : હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, વેસુ વિસ્તારમાં અફરાતફરી
કોઈને પણ ક્રોસ ચેકીંગ કરવાની ખબર ના પડી
યુવરાજ સિંહે આરોપ લગાવતા કહ્યું કે, HNGU ના સત્તાધીશો, પરીક્ષા નિયામક, કે જે તે કોલેજના અધિકારીઓમાંથી કોઈએ આની તસ્તી લીધી નથી. કોઈને પણ ક્રોસ ચેકીંગ કરવાની ખબર ના પડી. આ સ્પષ્ટપણે શિક્ષણ વિભાગ અને HNGU ની ઘોર બેદરકારી અને લાપરવાહી છે.
શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ
તેમણે કહ્યું, અમે Sheth M.N.Law college Patan અને Unja Law college એમ બે કોલેજના પેપર ક્રોસચેક કર્યા, જેમાં આ છબરડુ છતુ થાય છે. જો ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા આટલી હદે કથળી ગઈ છે, તો બની શકે કે અન્ય કોલેજોમાં પણ આ લાપરવાહી થઈ હોઈ. નવાઈની વાત તો એ છે કે ઉમેદવારો ઘરે પહોંચ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે આ તો 2024 નું બેઠુ પેપર પૂછી કાઢ્યું છે, સત્તાધીશો તો હજી ઘોર નિંદ્રામાં જ છે.
તેમણે HNGU અને સરકારને વિનંતી કરી છે કે તેઓ કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વર્ષ ન બગડે તે રીતે અભિપ્રાય લઈને એક્શન લેવામાં આવે.
આ પણ વાંચો : VADODARA : કોટંબીમાં IML મેચમાં કોપીરાઇટ ભંગની નોટીસ, ફટકારી મોટી પેનલ્ટી


