Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

13 વર્ષની સગીરાની છેડતીનો પ્રયાસ કરનાર ઇસમને સ્થાનિકોએ પકડીને મુંડન કર્યુ

સુરતના કામરેજ સ્થિત ખોલવાડ ગામમાં દૂધ લેવા ગયેલી 13 વર્ષીય બાળકીની છેડતી કરવામાં આવી હતી. એક ઈસમ દ્વારા બાળકીને કાગળમાં કઈ લખીને આપવાનો પ્રયાસ કરાયો હતો જો કે બાળકીએ કાગળ ન લેતા બાળકીનો હાથ પકડીને શારીરિક છેડતી કરી હતી બીજી...
13 વર્ષની સગીરાની છેડતીનો પ્રયાસ કરનાર ઇસમને સ્થાનિકોએ પકડીને મુંડન કર્યુ
Advertisement

સુરતના કામરેજ સ્થિત ખોલવાડ ગામમાં દૂધ લેવા ગયેલી 13 વર્ષીય બાળકીની છેડતી કરવામાં આવી હતી. એક ઈસમ દ્વારા બાળકીને કાગળમાં કઈ લખીને આપવાનો પ્રયાસ કરાયો હતો જો કે બાળકીએ કાગળ ન લેતા બાળકીનો હાથ પકડીને શારીરિક છેડતી કરી હતી બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને રોષે ભરાયેલા લોકોએ આરોપીને પકડીને તેનું મુંડન પણ કર્યું હતું

મળતી માહિતી મુજબ સુરતના કામરેજ સ્થિત ખોલવાડ ગામમાં એક પરિવાર રહે છે આ પરિવારમાં 13 વર્ષીય બાળકી ઘર પાસે દૂધ લેવા ગયી હતી ત્યારે ત્યાં એક ઈસમ આવ્યો હતો અને તેણે બાળકીને કાગળમાં કઈ લખીને આપવાની કોશિશ કરી હતી પરંતુ બાળકીએ તે કાગળ લીધો ન હતો જેથી ઇસમે બાળકીનો હાથ પકડીને છેડતી કરી હતી

Advertisement

આ બનાવ અંગે બાળકીએ ઘરે પહોંચીને બનાવની જાણ તેણીની માતા પિતાને કરી હતી બીજી તરફ બાળકીને સાથે લઈને તપાસ કરતા બાળકીએ યુવકને ઓળખી કાઢ્યો હતો. લોકોએ યુવકને પકડીને તેનું મુંડન કર્યું હતું તો બીજી તરફ બાળકીના પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ધવલ પ્રવીણ ભાઈ મારુ નામના ઇસમની છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement

.

×