Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahesana : 138 શિક્ષકોના CCC સર્ટીફિકેટ શંકાસ્પદ, ઓનલાઈન વેરીફિકેશનમાં ઘટસ્ફોટ

ગુજરાતના શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરીફિકેશનમાં ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. જેમાં 138 શિક્ષકોના CCC સર્ટીફિકેટ શંકાસ્પદ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વાંચો વિગતવાર.
mahesana   138 શિક્ષકોના ccc સર્ટીફિકેટ શંકાસ્પદ  ઓનલાઈન વેરીફિકેશનમાં ઘટસ્ફોટ
Advertisement
  • રાજ્યમાં નકલીની ભરમારમાં વધુ એક કૌભાંડ ઉમેરો
  • હવે શિક્ષકોનું CCC કોમ્પ્યુટર સર્ટી પણ નકલી
  • મહેસાણામાં 138 શિક્ષકોના CCC સર્ટી શંકાસ્પદ
  • શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરીફિકેશનમાં ઘટસ્ફોટ
  • 138 શિક્ષકોના પગારના લાભ પણ અટકાવવામાં આવ્યા

Mahesana : ગુજરાતમાં નકલી CCC સર્ટીફિકેટ કૌભાંડ (Fake CCC certificate scam) નો ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન વેરિફેકેશન થતાં સમગ્ર ભાંડાફોડ થઈ છે. કુલ 138 શિક્ષકોના CCC કોમ્પ્યુટર સટીફિકેટ નકલી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરી છે. શિક્ષણ વિભાગે તપાસ કરતા 138 શિક્ષકોના સર્ટીફિકેટ ઓનલાઈન હયાત ન હોવાનું માલૂમ પડ્યું હતું.

6708 શિક્ષકોના CCC સર્ટીનું વેરિફિકેશન હાથ ધરાયું

શિક્ષણ વિભાગને ગેરરીતિ ધ્યાને આવ્યા બાદ 138 શિક્ષકોના CCC સર્ટીફિકેટ્સ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. કુલ 138 સર્ટીફિકેટ્સ વિશેની ખરાઈ અંગેની માહિતી જે તે યુનિવર્સિટીમાંથી મોકલવામાં આવી હતી. સમગ્ર મામલે રાજ્ય સરકારે સઘન તપાસ કરવા માટે એક તપાસ કમિટીની રચના કરી છે. હવે 138 શિક્ષકોના પગાર અને ભથ્થા અટકાવાયા હોવાનું સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2023નો CCC સર્ટીફિકેટ્સનો પ્રશ્ન સરકારમાં હજૂ પણ પેન્ડિંગ છે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat News: ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાનું આહવાન

Advertisement

વધુ એક નકલીનું કૌભાંડ

ગુજરાતમાં છાશવારે નકલીના કૌભાંડ સામે આવી રહ્યા છે. જેમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ સરકાર કચેરી, બોગસ ટોલનાકું, બોગસ IAS, બોગસ જજ અને બોગસ ફેકટરી સહિતના કૌભાંડનો સમાવેશ થાય છે. હવે બાળકોમાં શિક્ષણનું સિંચન કરતા શિક્ષકોના જ સર્ટીફિકેટ નકલી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચોઃ Fake IAS : લાખોની છેતરપિંડીમાં નકલી IAS બનનારને વિસનગર પોલીસે જેલભેગો કર્યો

Tags :
Advertisement

.

×