Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahisagar : જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવાની શરૂઆત ગુજરાતમાં ?

જાહેરનામાનો ભંગ થતાં લાઉડ સ્પીકરોને ઉતારી લેવા સહિતની કામગીરી પોલીસે કરી છે.
mahisagar   જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવાની શરૂઆત ગુજરાતમાં
Advertisement
  1. Mahisagar જિલ્લામાં મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકર સામે કાર્યવાહી
  2. સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થતા પોલીસે કાર્યવાહી કરી
  3. નજીકની હોસ્પિટલ, શાળા અને રહીશો દ્વારા ફરિયાદ થતાં લાઉડ સ્પીકર ઉતારાયાં

મહીસાગર જિલ્લામાં (Mahisagar) આવેલી મસ્જિદ પર ખૂબ જ ઊંચા અવાજે વાગતા લાઉડ સ્પીકર સામે પોલીસે કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટનાં (Supreme Court) આદેશ મુજબ જાહેરનામાનો ભંગ થતાં લાઉડ સ્પીકરોને ઉતારી લેવા સહિતની કામગીરી પોલીસે કરી છે. નોઈસ પોલ્યુશન એક્ટ અને સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા સ્પીકરને ઉતારી લેવા સહિતની કાર્યવાહી ગુજરાતમાં શરૂ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો - જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!

Advertisement

Advertisement

જાહેરનામાનો ભંગ થતા પોલીસે કાર્યવાહી કરી

પર્યાવરણ સંરક્ષણ માટેની નોઇસ પોલ્યુશન એક્ટ (Noise Pollution Act) અને સુપ્રીમ કોર્ટની જોગવાઇઓ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વાગતા લાઉડ સ્પીકરોને ઉતારી લેવા સહિતની કામગીરી મહિસાગર જિલ્લામાં (Mahisagar) કરવામાં આવી છે. માહિતી અનુસાર, મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે (Lunawada) આવેલા મસ્જિદ મહેરુનિસ્સાની આસપાસની હોસ્પિટલ, શાળાઓ અને રહીશોની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે અને જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પીકરોને ઉતારી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, વેઈટિંગવાળાને હાશકારો!

હોસ્પિટલ, શાળા અને રહીશોની ફરિયાદ બાદ કાર્યવાહી

આરોપ અનુસાર, જિલ્લાનાં લુણાવાડા (Lunawada) ખાતે આવેલી મહેરુનિસ્સા મસ્જિદ પર 7 જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા. જાહેરનામાનો ભંગ કરીને આ લાઉડ સ્પીકર નક્કી કરેલ અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વાગતા હોવાની ફરિયાદ મળતા મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી

Tags :
Advertisement

.

×