Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક લાગી આગ

Gondal: ગોંડલમાં મકરસંક્રાંતિના દિવસે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક આગ લાગી હોવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી.
gondal  મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક લાગી આગ
Advertisement
  1. જાહેરમાં હાઈડ્રોજનના બાટલા સાથે ગેસવાળા ફુગ્ગા ભરતા સમયે લાગી આગ
  2. ફુગ્ગાનો સમાન બળીને ખાખ મોટી દુર્ઘટના સર્જાતા ટળી
  3. આગ લાગ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું અને ફુગ્ગા ભરતા હોઈ ત્યાં બંધ કરાવવા નીકળ્યા

Gondal: ગોંડલમાં મકરસંક્રાંતિના દિવસે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક આગ લાગી હોવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની ઘટનામાં ફુગ્ગાનો સમાન બળીને ખાખ મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. ગોંડલના કોલેજ ચોકમાં જાહેરમાં જ હાઈડ્રોજનના બાટલા સાથે ગેસવાળા ફુગ્ગા ભરતા સમયે આગ લાગી હતી. જેના કારણે અફરાતફરી મચી હતી જ્યારે ગોંડલ નગર પાલિકા ફાયર ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાન હાનિ થયેલ નથી જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Advertisement

આ પણ વાંચો: Dwarka: યાત્રાધામ બેટ દ્વારકામાં આજે ચોથા દિવસે પણ મેગા ડીમોલેશન યથાવત્

Advertisement

ઘટના સ્થળેથી હાઈડ્રોજન ગેસના બાટલા લઈને ભાગ્યા

પ્રાથમિક માહિતી મુજબ, ફુગ્ગા અચાનક ફૂટતા આગ લાગી જે આગ હાઇડ્રોજનના બાટલા સુધી પહોંચી અને તમામ પ્લાસ્ટિકના ફુગ્ગોઓ બળ્યા હતા. આગની ઘટના બાદ ફુગ્ગા વેચતા લોકો ઘટના સ્થળેથી હાઈડ્રોજન ગેસના બાટલા લઈને ભાગ્યા હતા. આગ લાગતા જ કોલેજ ચોકમાં ચારેય બાજુના મુખ્ય રોડ પર વાહન ચાલકો ઉભા રહી ગયા હતા અને આગની ઘટના પગલે કોલેજ ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો કરનાર પાંચ આરોપીઓની ધરપકડ

આખરે કેમ તંત્ર દ્વારા પહેલા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી?

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ પર પતંગ ઉડાવવાનું વિશેષ મહત્ત્વ છે. આજકાલ લોકો પતંગ સાથે બાળકો માટે ફુગ્ગાની ખરીદી પણ કરતા હોય છે, ત્યારે રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર મોટી સંખ્યામાં અકસ્માત અને આગના બનાવો બનતા હોય છે. જેને અટકાવવા તંત્ર એક્શનમાં આવી જતુ હોય છે પરંતુ ગોંડલમાં બનેલી આ ઘટના તંત્રની પોલ ઉઘાડી પાડે તેવી છે.

આ પણ વાંચો: પોરબંદરના સમુદ્રમા ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ થયું

આ આગ લાગ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું

ગોંડલ કોલેજ ચોકમાં નગરપાલિકાએ બનાવેલ સર્કલની અંદર પાથરણા પાથરીને હવામાં ઉડે એવા અવનવા ગેસવાળા ફુગ્ગા વેંચતા હતા ઘણા દિવસોથી ફુગ્ગાનું વેચાણ થતું હતું. આ આગ લાગ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું. અને ફુગ્ગા ભરતા હોઈ ત્યાં બંધ કરાવવા નીકળ્યા હતા. આગનો બનાવ બનતા પહેલા તો તંત્ર નિદ્રાધીન જોવા મળ્યું હાઈડ્રોજનના બાટલા જાહેરમાં રાખીને ભરતા હતા ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે, ખુલ્લેઆમ બાટલાઓ રાખી ફુગ્ગામાં ગેસ પૂરતા કોઈ ની મંજૂરી હતી કે શું? તંત્ર ક્યાં પ્રકારની કાર્યવાહી કરશે એ પણ જોવાનું રહ્યું!

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×