Bharuch માં આંગણવાડી બહેનોને ન્યુડ વીડિયો કોલ કરનારો પંજાબમાંથી ઝડપાયો
- Bharuch માં આંગણવાડી બહેનો ન્યુડ વીડિયો કોલ કરનાર ઝડપાયો
- પોલીસે પંજાબમાંથી આરોપીને ઝડપી પાડ્યો
- સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને પકડી પાડ્યો
Bharuch જિલ્લામાં આંગણવાડીની બહેનોને અજાણ્યા નંબર ઉપરથી વીડીયો કોલીગ થકી વીડીયોમાં અસ્લીલ વીડીયો તથા યુવક પોતે પોતાના પ્રાઈવેટ પાર્ટ બતાવી બહેનોને હેરાન કરતા ૩પ જેટલી બહેનોના ઘરમાં આવા વીડીયો કોલીગથી ઘર કંકાસ ઘૂસી જતાં આંગણવાડીની બહેનો મેદાનમાં ઉતરી સાયબર ક્રાઈમમાં પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઈન્ડીયા પાકિસ્તાન નજીકની બોર્ડર પાસેથી એક યુવક આખા ગુજરાતમાં વીડીયો કોલીંગ કરી હેરાગતિ કરતો હોય તેવી બાતમીના આધારે પોલીસે આરોપીને પંજાબમાંથી ઝડપી પાડયો છે.
Bharuchમાં 35થી વધુ બહેનોને કર્યો હતો વીડિયો કોલ
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આંગણવાડીની ૩પથી વધુ બહેનોને મોડી રાત્રીએ અજાણ્યા નંબરો ઉપરથી વીડીયો કોલીંગ થકી ન્યુડ વીડીયો સાથે વીડીયો કરનાર પોતાના પણ પ્રાઈવેટ પાર્ટ બતાવી અસ્લીલ હરકતો કરતા હોવાના વીડીયો કોલીંગથી આંગણવાડીની બહેનો સાથે તેમના ઘરમાં આવા વીડીયો કોલીંગથી ઘર કંકાસ ગુસી જતાં ઘણા દંપતીઓ વચ્ચે ગંભીર પ્રકારના ઝઘડા થયા હોવાની બુમો ઉઠી હતી.
Bharuch ની બહેનો વીડિયો કોલથી ડરી ગઇ હતી
આંગણવાડીની બહેનોને ઉપરા છાપરી ૩પથી વધુ બહેનોને વીડીયો કોલ આવતાં બહેનો ગભરાઈ ગઈ હોય અને સંગઠનના જ પ્રદેશ પ્રમુખ રાગીણીબેન પરમાર ને વીડીયો કોલ બાબતે જાણ કરવામાં આવતાં આખરે ભોગ બનેલી ૩પથી વધુ બહેનો ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી ફરીયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસની ટીમે જે નંબર પરથી કોલ આવતા હતા તે નંબરના ડેટા શોધી હાલમાં આ નંબર પંજાબના જલાલબાદ જિ. ફીરોજપુર પંજાબ ઈન્ડીયા પાકિસ્તાનની બોર્ડર નજીકના ગામમાં રહેતા ગુરજીતસિંગ મેહીલસિંગ રાયશીખ નામના ઈસમના મોબાઈલમાંથી માત્ર ભરૂચના જ નહી ગુજરાત ભરની મહિલાઓને ન્યુડ વીડીયો કરી હેરાનગતિ કરતો હોવાની ચોકકસ માહિતીના આધારે ભરૂચ સાયબર ક્રાઈમનાં પોલીસ ઈન્સ્પેકટર વી.આર. ભરવાડ, પી.એસ.આઈ. કે.એમ. ચૌધરી સહિત પોલીસ કર્મી મલકેશ ગોહિલ, વિજય વસંત, સુહેલ ગુલામ, રમેશ મોહન, અજય રમણજી, સંજયસિંહ માનસિંહ તથા રાકેશ યશવંતભાઈનાઓએ પંજાબમાં ધામા નાખી આખરે ગુજરાતમાં મહિલાઓને ન્યુડ વીડીયો કરનારને ડબોચી લઈ ભરૂચ લાવવમાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ઝઘડીયા વિસ્તારની આંગણવાડી મહિલાને પણ ગંભીર પ્રકારના ન્યુડ વીડીયો કર્યા હોય જેથી ઝઘડીયા પોલીસ મથકમાં પણ નરાધમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાયબર પોલીસની કામગીરી બાદ ટ્રાન્સફર વોરંટથી ઝઘડીયા પોલીસને સોંપવામાં આવનાર છે.
ગુરજીતસિંગ રાયશીખ ઝડપાયો
ભરૂચમાં સીયુજી નંબર ધરાવતી આંગણવાડીની બહેનોને એક પછી એક આમ ૩પથી વધુ બહેનોને ન્યુડ વીડીયો કરનાર ભરૂચ સાયબર ક્રાઈમના હાથે ઝડપાઈ જતાં આખરે ઝડપાયેલો આરોપી પોતે પરણીત હોય અને સંતાનો હોવા છતાં રોજ મોડી રાત્રે દારૂના નશામાં વીડીયો કોલ અજાણ્યા નંબરો પર કરી તથા મોબાઈલ નંબરના પાછળના બે નંબરો બદલી અલગ અલગ મહિલાઓને વીડીયો કોલ કરતો હોવાનો ખુલાશો થતાં પોલીસે કાર્યવાહી કરી છે.સાયબર ક્રાઈમ પોલીસે આખરે આંગણવાડીની બહેનોને ન્યુડ વીડીયો કોલ કરનાર ઈસમને ઝડપી પાડયો છે.
છેલ્લા ઘણાં સમયથી આંગણવાડીની બહેનો ન્યુડ વીડીયો કોલથી ત્રાસી ગઈ હતી અને ઘણી બહેનોના પતિ સાથે ઝઘડા પણ થતાં અને સાયબર ક્રાઈમમાં પોલીસ ફરીયાદ આપતા જ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પંજાબથી ઝડપી પાડી આંગણવાડીની બહેનોની જે સુરક્ષા કરી છે તે સાચા અર્થમાં મહિલાઓ માટે આવકાર દાયક હોવાનું કહી પોલીસનો આભાર માન્યો હતો.
અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો : Amul Dairy Election : 1210 મતદારની નવી યાદી જાહેર, BJP નેતાનું મોટું નિવેદન!


