Mehsana: કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડકો, કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે પોસ્ટર વોર
- નીતિન પટેલના પોસ્ટરમાં ધારાસભ્ય કરશન સોલંકી ગાયબ
- કરશન સોલંકીના પોસ્ટરમાં નીતિનભાઈ પટેલ ગાયબ
- કડી વિધાનસભા ભાજપ ધારાસભ્ય છે કરશન સોલંકી
- નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ જૂથ બંધી દેખાઈ
Mehsana: ગુજરાતમાં રાજકીય નેતાઓમાં વિખવાદ થવો એ કોઈ નવી વાત નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં પોસ્ટર વોર શરૂ થયું છે. મહેસાણાના કડી તાલુકા અને શહેર ભાજપમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. પાર્ટીના પોસ્ટરોમાં એકબીજા નેતાના નામ અને ફોટો ના છપાયા હોવાનું સામે આવ્યું છે. મૂળ વાત મહેસાણા જિલ્લાના કડી તાલુકાની છે. જેમાં પોસ્ટર વિવાદ શરૂ થયું છે.
આ પણ વાંચો: VADODARA : ઉપરાષ્ટ્રપતિનું આગમન રદ્દ, MSU નું કોન્વોકેશન સાદાઇપૂર્વક થશે
નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ બંને જૂથ વચ્ચે જૂથબંધી
કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડકો થયાનું કારણ કઈક એવું છે કે, કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે. કરશન સોલંકી કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે. જ્યારે નીતિન પટેલ ભાજપના પીઠ નેતાઓમાંના એક છે. પરંતુ નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ બંને જૂથ વચ્ચે જૂથબંધી દેખાઈ રહીં હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અત્યારે આ મુદ્દાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: Gujarat: ફરજિયાત મીટર મામલે રિક્ષાચાલકોએ કર્યો વિરોધ, ખખડાવ્યાં હાઇકોર્ટના દ્વાર
ધારાસભ્ય કરશન સોલંકીના પોસ્ટરમાં નીતિન પટેલ ગાયબ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, કડીમાં ભાજપના પોસ્ટર વિવાદનો મુદ્દો ખુબ જ પ્રબળ અને ચર્ચાસ્પદ બન્યો છે. કારણ કે, નીતિન પટેલના પોસ્ટરમાં ધારાસભ્ય કરશન સોલંકીનો ફોટો જોવા મળ્યો નથી, તેમના પોસ્ટરમાંથી કરશન સોલંકી ગાયબ થઈ ગયાં, જ્યારે કરશન સોલંકીના પોસ્ટરમાં નીતિન પટેલ ગાયબ જોવા મળ્યાં છે. એકબીજાના પોસ્ટરમાંથી આવી રીતે નેતાની બાદબાકીએ રાજકીય વિવાદ હોવાનું ઉદાહરણ છે. પરંતુ હવે આગળ કેવો વિવાદ સર્જાશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Gandhinagar: કમલમ ખાતે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક


