Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વિજાપુરના પીલવાઈ ખાતે મુલાકાત

Mehsana: આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું.
mehsana   કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વિજાપુરના પીલવાઈ ખાતે મુલાકાત
Advertisement
  1. કેન્દ્રીય મંત્રી અમિત શાહે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું
  2. વિજાપુરના પિલવાઇ ખાતે વિવિધ કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા
  3. શેઠ જી સી હાઈસ્કુલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કુલના કાર્યકમમાં પણ હાજરી આપી

Mehsana: આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહના વરદ્હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઇસ્કુલ ટ્રસ્ટ, પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને શ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની Somnath મુલાકાત, મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો

Advertisement

વિદ્યાભવનનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું

વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૧૯૨૭થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે આ સંસ્થાની નેમ છે તેમજ વર્ષ 2026મા સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gujarat : સુરતમાં સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ, HVAC સિસ્ટમ લગાવાઇ

કાર્યક્રમ દરમિયાન આ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, લોકસભા સાંસદ હરિ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×